જિલ્લા પંચાયતમાં ૧૩૬ તલાટી અને ૩૧ જુનિયર કલાર્કની નિમણુંક

  • November 06, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭૧ કલાર્કની અરસપરસ બદલી: હવે નવો સ્ટાફ આવતા પંચાયતી કામગીરીને વેગ મળશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઓર્ડર અપાયા

જામનગર જિલ્લા પંચાયતમાં ૩પ થી ૪૦ ટકા જેટલી જગ્યા ખાલી હતી, જેના હિસાબે પંચાયતનો વહીવટ અવારનવાર ખોરંભે પડતો હતો, સરકારના આદેશ બાદ જિલ્લા પંચાયતમાં ૧૩૬ નવા તલાટીની તેમજ ૩૧ જુનિયર કલાર્કની નિમણુંકના ઓર્ડર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવ્યા હોવાથી જામનગર જિલ્લા પંચાયતનું ચિત્ર બદલાઇ જશે, વર્ષોથી ખાલી પડેલ જગ્યા પર નિમણુંક થઇ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ ઓર્ડરો આપવામાં આવ્યા છે, પંચાયતના અનેક વિભાગોમાં મહત્વની જગ્યાઓ ખાલી હતી, બાંધકામ, આરોગ્ય, શિક્ષણ સહિતના મહત્વના વિભાગોમાં પણ જગ્યા ખાલી હોવાના કારણે લોકોના કામ થઇ શકતા ન હતા, એટલું જ નહીં કેટલાક મહત્વના કામો અટકી પડતા હતા, જિલ્લા પંચાયતના ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓએ પણ ખાલી પડેલી જગ્યા ઉપર તલાટી અને કલાર્કની નિમણુંક કરવા માટે સરકારમાં અવારનવાર વિનંતી કરતા પત્રો પણ લખ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી અધિકારીઓની નિમણુંક કરવામાં આવતા હવે આગામી દિવસોમાં જામનગર જિલ્લા પંચાયતનું કામ સરળતાપૂર્વક રહેશે.
કેટલાક ગામડાઓમાં બે-ત્રણ ગામ વચ્ચે એક જ તલાટીની નિમણુંક થઇ હોવાથી તેઓ પહોંચી શકતા ન હતા અને ગામડાની કામગીરી પણ ખોરંભે ચડતી હતી, ઉપરાંત ૩૧ જેટલા નવા કલાર્કની નિમણુંક થતાં પંચાયતમાં હવે ખાતાકીય કામગીરી પણ વેગ આવશે, આમ જામનગર જિલ્લા પંચાયતમાં ડીડીઓ દ્વારા ૭૧ તલાટી મંત્રીઓને પણ અસરપરસ બદલી કરવામાં આવી છે, ત્યારે વહીવટી સરળતા ખાતર આ બદલી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application