વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત હતી. પીએમ મોદીએ 23 ઓગસ્ટના રોજ યુક્રેનની મુલાકાત લીધી હતી અને યુક્રેનમાં શાંતિ માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ભારત તરફથી ઈચ્છા વ્યક્ત કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે હંમેશા શાંતિના માર્ગ પર આગળ વધવાની વાત કરી છે. જો શાંતિ નહીં હોય તો વિકાસ શક્ય નહીં બને. યુદ્ધ સમાપ્ત થશે કે નહીં તે ફક્ત સમય જ કહેશે, પરંતુ દરેકના પ્રયાસો કોઈપણ રીતે યુદ્ધનો અંત શોધવાની કોશિષ છે.
તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં પીએમ મોદીએ તેમને એમ પણ કહ્યું કે તેમણે વિવિધ દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને આ વિષય પર ચચર્િ થતી રહે છે. દરેકનો અભિપ્રાય છે કે આપણે યુદ્ધવિરામ માટે કોઈક રીતે રસ્તો કાઢવો જ પડશે અને આ સંદર્ભે પ્રયાસો પણ ચાલુ છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત અંગે વિદેશ સચિવે કહ્યું, આ બેઠક માટે યુક્રેનિયન પક્ષ દ્વારા વિનંતી કરવામાં આવી હતી, ત્યારબાદ આ બેઠક થઈ. છેલ્લા ત્રણ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત છે. બંનેએ અનેક મુદ્દાઓ પર ચચર્િ કરી.
1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપ્ના પછી ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત હતી. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની યુક્રેનની મુલાકાત બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ભવિષ્યમાં વ્યાપક ભાગીદારીથી વ્યૂહાત્મક ભાગીદારી તરફ દ્વિપક્ષીય સંબંધોને વધારવાની દિશામાં કામ કરવા માટે રસ દશર્વ્યિો છે.
પીએમ મોદી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર હતા. આ દરમિયાન, તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો, ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કયર્,િ સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ઑફ ધ ફ્યુચરમાં ભાષણ આપ્યું અને ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી.
ક્વાડ નેતાઓ દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે યુક્રેન યુદ્ધ પર અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ. યુદ્ધ શરૂ થયું ત્યારથી આપણામાંના દરેકે યુક્રેનની મુલાકાત લીધી છે અને તે જાતે જોયું છે. અમે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર સહિત યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના હેતુઓ અને સિદ્ધાંતોને અનુરૂપ શાંતિની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરીએ છીએ.
ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ભારત દ્વારા કરવામાં આવી રહેલા શાંતિ પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ન્યૂયોર્કમાં તેમણે કહ્યું, આજે સમગ્ર વિશ્વ સાથે અમારી ભાગીદારી વધી રહી છે. અગાઉ ભારત સમાન અંતરની નીતિ અપ્નાવતું હતું. આજે જ્યારે ભારત ગ્લોબલ પ્લેટફોર્મ પર કંઈક બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે. જ્યારે મેં કહ્યું, આ યુદ્ધનો યુગ નથી ત્યારે બધા તેની ગંભીરતા સમજી ગયા.
ઝેલેન્સ્કી ઉપરાંત ન્યૂયોર્કમાં પીએમ મોદીએ નેપાળ, કુવૈત, વિયેતનામ અને પેલેસ્ટાઈનના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તેમણે વિશ્વની અનેક અગ્રણી કંપ્નીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech