બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતનો વધુ એક સ્ટંટ
બાબા સિદ્દીકીની હત્યા બાદ હાલમાં જ બીજેપી નેતાએ સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી હતી. હવે બોલિવુડ એક્ટ્રેસે સલમાનની જગ્યા પર બિશ્નોઈ સમાજની માફી માંગી છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદથી બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષાને વધારવામાં આવી છે. બાબા સિદ્દીકી, જેમને સલમાનના નજીકના મિત્ર માનવામાં આવતા હતા. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે
આ એજ ગેંગ છે જેણે સલમાનને પહેલા પણ ઘણી વખત ધમકી આપી છે. જેમાં તેમના ઘરની બહાર ગોળીબાર અને ધમકી ભરેલો પત્ર મોકલવાની ઘટનાઓ પણ શામેલ છે. હવે બોલિવુડની ડ્રામા ક્વીને સલમાન ખાનની જગ્યા પર લોરેન્સ બિશ્નોઈની માફી માંગી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવુડ એક્ટ્રેસ રાખી સાવંતે બિશ્નોઈ સમાજ પાસે સલમાન ખાન તરફથી માફી માંગી છે. રાખીએ એક વીડિયોમાં હાથ જોડીને બિશ્નોઈ સુદાયને અપીલ કરી છે કે તે સલમાનના વિરૂદ્ધ કંઈ પણ ન કરે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાખી કહે છે કે, "હું બિશ્નોઈ સમાજની માફી માંગુ છું. પ્લીઝ મારા સલમાન ભાઈને માફ કરી દો. તે ગરીબોના દાતા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાખી ભાવુક થઈને હાથ જોડીને ઉઠક બેઠક કરી રહી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સલમાન ખાન માટે રાખી પોતાનો પ્રેમ અને ચિંતા બન્ને વ્યક્ત કરી રહી છે.
આ પહેલા પણ જ્યારે સલમાન ખાનના ઘરની બહાર ગોળી ચાલી હતી ત્યારે રાખીએ બિશ્નોઈ સમાજની માફી માંગી હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સમગ્ર અધિવેશન વિશે
April 05, 2025 02:18 PMજામનગરની બજારમાં માટીના ફિલ્ટર માટલા આકર્ષણનું કેન્દ્ર
April 05, 2025 02:06 PMજામનગરના સુવરડા ગામે પ્લેન ક્રેશમાં શહીદ પાઇલોટને અપાઈ શ્રધાંજલિ
April 05, 2025 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech