રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ત્યાં તેર તૂટે નહીં પણ એક સંધાતું નથી ત્યાં ત્રેવીસ તૂટી રહ્યા જેવી સ્થિતિ તબીબી સારવારને લઈને ઉભી થઇ છે. સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલિટી વિભાગના વધુ એક ન્યુરો સર્જને રાજીનામું ધરી દેતા ન્યુરો વિભાગ હવે મુખ્ય સિનિયર રેસિડેન્ટ ઉપર આધારિત બન્યો છે. છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં વધુ એક ન્યુરો સર્જનએ રાજીનામુ ધરી દેતા અનેક ચચર્એિ જોર પકડ્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલિટી બ્લોકમાં આવેલા ન્યુરો વિભાગમાં ફરજ બજાવતા ડો.મિલન સેંજલીયાએ એક અઠવાડિયા પહેલા જ મેડિકલ કોલેજના ડીનને રાજીનામુ આપી દીધું છે. હજુ મહિનાઓ પહેલા સિનિયર ન્યુરો સર્જન અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.અંકુર પાચાણીએ પણ અંગત કારણો દશર્વિી રાજીનામુ આપ્યું હતું. તેની ઇનસાઇડ સ્ટોરીમાં ન્યુરો વિભાગમાં સર્જરી માટેનું હેડ સ્ટેન્ડ જેવા સાધનો પણ ન હોવાથી ખુદ ડો.અંકુર પાચાણી દર્દીઓ માટે થઇ પોતાના ઇકવીપમેન્ટ લઈ આવતા હતા. અનેક વખત જરૂરી ઇકવીપેન્ટ અને જરૂરી સુવિધાઓ માટે સુપ્રિટેન્ડટને કહેવા છતાં ખરીદી કરવામાં આવી નહતી જેના કારણે કંટાળી ડો.પાચાણીએ રાજીનામુ ધરી દીધું હોવાનું સામે આવ્યું હતું. એ પછીથી ડો.મિલન સેંજલીયા અને સિનિયર રેસિડેન્ટ ડો.સંદીપ ભીમાણીથી ન્યુરો વિભાગ ચલાવવામાં આવતો હતો.
એક માત્ર ન્યુરો સર્જન પર ઈમરજન્સી ઉપરાંત અઠવાડિયામાં બે વખત ઓપીડી અને ઈન્ડોર દર્દીઓની સારવારનો અવરલોડ થતો હોવાના સંભવીત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું મનાઈ રહ્યું છે. એક સમયે સાધન સુવિધા વગર પણ બે-બે ન્યુરો સર્જનથી ધમધમતો ન્યુરો વિભાગ હવે એક માત્ર સિનિયર રેસિડેન્ટથી ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવતા દિવસોમાં જો અન્ય ન્યુરો સર્જનની નિમણુંક કરવામાં નહીં આવે તો એક માત્ર સિનિયર રેસિડેન્ટ પણ દર્દીઓના વધતા લોડના કારણે રાજીનામુ ધરી શકે તો નવાઈ નહીં. આ બધા વચ્ચે અંતે મરો દર્દીઓનો થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. માત્ર દર્દીઓને જ નહીં પરંતુ ન્યુરો વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.અંકુર પાચાણી અને એસો.પ્રોફેસર ડો.મિલન સેંજલીયાના રાજીનામાં બાદ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા ફેકલ્ટીના ભાવિ તબીબોના અભ્યાસમાં પણ અસર પડી શકે છે.
આ રીતે ચાલે છે સુપર સ્પેશ્યાલિટી ઓપીડી
(1) કાર્ડિયોલોજીસ્ટ સોમ-ગુરુ 11 માસ કરાર આધારિત
(2) ન્યુરોલોજીસ્ટ મંગળ-શુક્ર (પોસ્ટ, સિનિયર રેસિડેન્ટ)
(3) એન્ડોક્રાઇનોલોજીસ્ટ સોમ-ગુરુ 11 માસ કરાર આધારિત
(4) કાર્ડિયોલોજીસ્ટ(બાળકો) સોમ-બુધ-શુક્ર 11 માસ કરાર આધારિત
(5) રૂમેટોલોજિસ્ટ મંગળવાર 11 માસ કરાર આધારિત
(3) યુરોલોજીસ્ટ શુક્રવાર 11 માસ કરાર આધારિત
(4) નેફ્રોલોજીસ્ટ શનિવાર 11 માસ કરાર આધારિત
(6) ગેસ્ટ્રોલોજીસ્ટ જગ્યા ખાલી કોન્ટ્રાકટ રીન્યુ નથી થયો
(7) ન્યુરો ફિઝિશિયન નથી જરૂરિયાત છે
એક પછી એક રાજીનામા, રાજ્યનું આરોગ્ય વિભાગ જાગશે?
સિવિલમાં રાજીનામાં ધરી તબીબો વિભાગ જ છોડી ચાલ્યા જાય અને તબીબ અધિકારીઓ કામગીરીમાંથી રાજીનામા આપી દે આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ આંખ ખોલવાની બદલે રાજ્યના આરોગ્ય વિભાગે આંખ મીચામણા કયર્િ હોઈ તેમ લાગી રહ્યું છે. રાજીનામાના કારણો અંગે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વન ટુ વન બોલાવી પૂછવામાં આવે તો હોસ્પિટલની કથળતી સ્થિતિ અને હોસ્પિટલના જવાબદારોનું ઝીરો વિઝન સહિતના કારણો ચોક્કસ પણે બહાર આવી શકે છે. છેલ્લા ચાર મહિનામાં ડો.અંકુર પાચાણી (ડિપાર્ટમેન્ટ હેડ ન્યુરો સર્જન), અઠવાડિયે પહેલા જ ડો.મિલન સેંજલીયા (એસો.પ્રોફેસર-ન્યુરો ડિપાર્મેન્ટ) એ અને અઠવાડિયા પહેલા પૂર્વે સિનિયર આરએમઓ ડો.મહેન્દ્ર ચાવડાએ પીએમજેએવાયના નોડલ ઓફિસરમાંથી રાજીનામુ આપી દીધું છે. છએક મહિનામાં ત્રણ રાજીનામા પડ્યા છે જેને લઇ ને હોસ્પિટલની કાર્યપદ્ધતિ ઉપર સવાલ પણ ઉઠી રહ્યા છે.
ખાટલે મોટી ખોડ: ડોક્ટર જ ન હોય તો આયુષ્માન યોજના ધોઈ પીવા બરાબર
સરકાર દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ દર્દીઓને 10 લાખની આરોગ્ય સહાય આપવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલમાં આ યોજના હેઠળ દર્દીઓને સારવાર આપવામાં આવી કલેઇમના પૈસા વીમા કંપ્નીએ આરકેએસમાં જમા કરાવવાના રહે છે. જ રકમમાંથી તબીબો સહિતનાને ઈન્સેન્ટિવની રકમ ચૂકવવામાં આવે છે અને બાકીની રકમમાંથી હોસ્પિટલમાં દર્દીઓ માટેની સુવિધા વધારવા માટે ઉપયોગમાં લેવાંમાં આવે છે. ખાસ કરીને ન્યુરો સર્જરી, હાર્ટ બ્લોકેજ સર્જરી, ઓર્થો જેવી સર્જરીમાં ક્લેઇમની રકમ વધુ થતી હોઈ છે. ત્યારે હોસ્પિટલમાં જરૂરી ડોક્ટર જ ન હોય તો યોજના ધોઈ પીવા બરાબર સાબિત થઈ રહી છે. ન્યુરો સર્જન ન હોવાથી કેટલીક સર્જરી ન થવાથી પીએમજેએવાયના ક્લેઇમની રકમમાં પણ સિવિલને ફટકો પડી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech