બોખીરાની આવાસ યોજનાના ટી.સી.માં ફરી બ્લાસ્ટ થતા ૧૯ ફલેટમાં થયુ નુકશાન

  • April 26, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બોખીરામાં આવેલ ગરીબોની આવાસયોજનાના કમ્પાઉન્ડમાં પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મરમાં બીજી વખત બ્લાસ્ટ થતા આજુબાજુના ફલેટ ધણધણી ઉઠયા હતા અને ત્રણ જેટલા ફલેટમાં સ્લેબના પોપડા ધડાકાભેર ખર્યા હતા.  કુલ ૧૯ ફલેટમાં વીજ ઉપકરણોને પણ નાનુ મોટુ નુકશાન થયુ છે.
બનાવની વિગત એવી છેકે બોખીરાની આવાસ યોજનામાં બ્લોક નંબર ૪૪ નજીક  બપોરે સાડાબાર વાગ્યે અચાનક જ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો હતો.ત્યારબાદ ફરીથી સાંજે બીજી વખત બ્લાસ્ટ થયો હતો. 
 આ આવાસ યોજનાના ફલેટ અત્યંત જર્જરિત છે તેથી બ્લાસ્ટ થયો ત્યારે નજીકમાં આવેલ બ્લોક નંબર ૪૪માં ત્રણ જેટલા ફલેટમાંથી અચાનક ધડાકાભેર પોપડા પડયા હતા અને શોર્ટ સર્કિટને લીધે બે ફલેટમાં વીજઉપકરણોને નુકશાન થયુ હતુ. 
પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજના ના કમ્પાઉન્ડમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં ગઈકાલે સવારે અને બપોર બાદ બે વખત બ્લાસ્ટ થતા અનેક એપાર્ટમેન્ટ ના ફ્લેટમાં છતને નુકસાન થયું હતું એટલું જ નહીં પરંતુ ૧૯ જેટલા ફ્લેટમાં વીજ ઉપકરણો બળી ગયા છે. મોટાભાગના ફ્લેટમાં ટેલિવિઝન, રેફ્રિજરેટર,પંખા, સ્વીચ બોર્ડથી માંડીને મોબાઈલના ચાર્જર જેવા ઉપકરણો નુકસાન પામ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગના મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારો વસે છે અને આ પ્રકારે મોટું નુકસાન થયું છે. મોટાભાગના લોકોએ હપ્તે અને ઉછીના ઉધારા કરીને ટી.વી તથા ફ્રીજ જેવા ઉપકરણો વસાવ્યા હતા અને હવે વીજ તંત્રની બેદરકારીને કારણે આ પ્રકારે ખૂબ મોટું નુકસાન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ બ્લાસ્ટના અવાજને લીધે અનેક એપાર્ટમેન્ટ ધ્રુજી ઉઠ્યા હતા અને છતમાંથી સ્લેબ ના પોપડા પડ્યા હતા. માત્ર વીજ ટ્રાન્સફોર્મરના બ્લાસ્ટ થી આવી હાલત થઈ હોય તો સ્વાભાવિક રીતે જ ખૂબ જ નબળી ગુણવત્તાવાળું કામ હોવાથી નાના એવા ધરતીકંપમાં પત્તાના મહેલની માફક આ ઇમારતો પડે તો મોટી જાનહાની થાય તેવું જણાઈ રહ્યું છે માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જ‚રી બન્યું છે તથા વીજ ઉપકરણોનું નુકસાન થયું છે તેનું વળતર પણ ચૂકવવા માટે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application