જામનગર શહેરમાં મોબાઇલ ચોરી કરનાર વધુ એક ઝબ્બે

  • July 31, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬ મહીના પહેલા જી.જી. હોસ્પીટલમાં કસબ અજમાવ્યાની કબુલાત
જામનગર શહેરમાં મોબાઇલ ચોરીનો ગુનો સીટી-બી પોલીસે ઉકેલ્યો છે અને એક શખ્સને પકડી પાડી પુછપરછ કરતા હોસ્પીટલમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક જે.એન.ઝાલાની સુચના અને પોલીસ ઈન્સપેકટર  એચ.પી.ઝાલા ના તથા પો.સબ.ઇન્સ. એ.વી.વણકર સાહેબના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ બળભદ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ જયદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ મયુરસિંહ જાડેજા ને સંયુક્ત રીતે ટેકનીકલ એનાલીશીસથી તથા ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે સીટી બી ડીવી પો.સ્ટે.ના આઈ.પી.સી.કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમા ગયેલ વન પ્લસ મોબાઈલ ફોન સાથે એક ઈસમ અંબર ચોકડી પાસે મોબાઈલ ફોન વહેચવા આવે છે તેવી હકીકત આધારે અંબર ચોકડી પાસે વોચમા રહેતા.
ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ નીકળતા તેને કોર્ડન કરી તેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ દલુ રામસંગભાઈ ગુંદીયા જાતે ભીલ ઉ.વ ૪૦ ધંધો મજુરી રહે ગામ વીરવાવ વલ્લભભાઈની વાડીની સામે ખરાબાની ઝુપડામા તા. કાલાવડ જી જામનગર મુળ પીટોળ ભવાન ફળીયા તા.પીટોળ જી. જાંબવા રાજ્ય મધ્યપ્રદેશ વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માથી એક મોબાઈલ ફોન મળી આવેલ જે જોતા એક વાદળી કલરનો વન પ્લસ ફોન મળી આવેલ મોબાઈલના બીલ આધાર પુરાવા બાબતે પુછપરછ કરતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ હતું.
આરોપીની વધુ પુછપરછ કરતા તેને આજથી આસરે છ મહીના પહેલા જામનગર જી.જી.હોસ્પીટલમા એક બાકડા ઉપરથી મોબાઈલ ફોન ચોરેલ હોવાનુ જણાવતા આ અંગે જામનગર સીટી બી ડીવી પો.સ્ટે કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી વન પ્લસ ફોન ફોન કિ.૧૫૦૦૦ ગણી ઈસમને ગુનાના કામે રાજેશભાઈ ડી વેગડએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application