જામનગર મોબાઇલ ચોરી કરનાર વધુ એક પકડાયો

  • July 14, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છ મહીના પુર્વે ગ્રેઇન માર્કેટની દુકાનમાંથી ઉઠાંતરી કર્યાની કબુલાત

જામનગર શહેરમાં છ મહીના પહેલા ચોરી થયેલા મોબાઇલનો ગુનો સીટી-બી પોલીસે ડીટેકટ કરી ધુંવાવ પુલ પાસે રહેતા શખ્સને ૨૦ હજારની કિંમતના મોબાઇલ સાથે પકડી લીધો હતો આ મોબાઇલ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી ચોરી કર્યાનું બહાર આવ્યું છે.
વાહનચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક મહેન્દ્રસિંહ.બી.સોલંકીની સુચના અને પોલીસ ઈન્સપેકટર પી.પી.ઝાના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. ડી.એસ.વાઢેર માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ બળભદ્રસિંહ જાડેજાને સંયુક્ત રીતે ટેકનીકલ એનાલીશીસથી તથા ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે સીટી બી ડીવી પો.સ્ટે.ના આઈ.પી.સી કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન એક ઈસમ વિક્ટોરીયા પુલ પાસે વહેચવા આવે છે.
 તેવી હકીકત આધારે વિક્ટોરીયા પુલ પાસે વોચમા રહેતા ઉપરોક્ત વર્ણન વાળો નીકળતા પુછપરછ કરતા પોતે પોતાનું નામ ભાવીન વલ્લભ કણજારીયા સતવારા ઉ.વ ૨૩ રહે. ધુંવાવ ખારીના પુલની બાજુમા તા.જી.જામનગર વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાથી એક મોબાઈલ મળી આવેલ મોબાઈલ બાબતે બીલ આધાર પુરાવા બાબતે પુછપરછ કરતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ અને વધુ પુછપરછ કરતા તેને આજથી આસરે છ એક મહીના પહેલા ગ્રેઈન માર્કેટમાં અનાજ કરીયાણાની દુકાનના ટેબલ ઉપરથી ઉપરોક્ત મોબાઈલ ફોન ચોરેલ હોવાનુ જણાવ્યું હતું.
સીટી-બી ડીવીઝનમાં નોંધાયેલ ગુનાના કામે મોબાઈલ ફોન કી. ૨૦,૦૦૦ગણી ઈસમને ગુનાના કામે રાજેશભાઈ ડી વેગડએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application