બાપાની મહાઆરતી અને અન્નકૂટના દર્શન બાદ જલારામ ભક્તોને પ્રસાદી અપાઇ
જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરમાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા માતૃશ્રી વીરબાઈ માં જલિયાણ અન્નકોટ સમિતિ દ્વારા ગઈકાલે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ યોજાયો હતો, જેમાં અનેક જલારામ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો, ત્યારબાદ તમામ રોટલાને પ્રસાદી રુપે જલારામ ભક્તોને વિતરણ કરાયું હતું.
વિક્રમ સવંત ૧૮૨૦ અને તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ માતુશ્રી વીરબાઈ માં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા સતત ૧૨મી વખત ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકોટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં વસવાટ કરતા જલારામ ભક્તોએ એકત્ર થઈને ગઈકાલે ૧૧૧ પ્રકારના રોટલા બનાવ્યા હતા, ત્યારબાદ જલારામ બાપાને અન્નકૂટ ના સ્વરૂપમાં ધરવામાં આવ્યા હતા, તેના દર્શનનો લાભ લેવા માટે ગઈકાલે અનેક જલારામ ભક્તો હાપા સ્થિત જલારામ મંદિરે એકત્ર થયા હતા, ત્યારબાદ જલારામ બાપાની મહા આરતી કરવામાં આવી હતી. જે આરતી બાદ તમામ રોટલાને પ્રસાદીરુપે જલારામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું, અને મહાપ્રસાદ યોજાયો હતો.
ઉપરોક્ત રોટલા અન્નકોટ મહોત્સવને સફળ બનાવવા માટે જલારામ સેવા ટ્રસ્ટ ના શ્રી રમેશભાઈ દતાણીની રાહબરી હેઠળ રોટલા સમિતિ બનાવાઈ હતી, જે સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી, જગદીશભાઈ સોમૈયા, નરોત્તમભાઈ થોભાણી, ધીરેનભાઈ દતાણી, ઉદિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ તન્ના, ઉદીતભાઈ પંચમતીયા, વિરલભાઈ બગલ, ભાવેશભાઈ દતાણી, ગિરીશભાઈ વિઠલાણી અને જયભાઈ દતાણી વગેરેએ સમગ્ર દિવસ દરમિયાન જલારામ મંદિરે ઉપસ્થિત રહી સમગ્ર મહોત્સવ ને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech