હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
જામનગરમાં આગામી તા.૧૫/૧૧/૨૦૨૪ ને શુક્રવારના લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલા શ્રી કટારીયાવારા વાછરાદાદાના મંદિરે નગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે દરવર્ષની જેમ આ વર્ષે પણ છપ્પનભોગ અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
આ દિવસે સાંજે દાદાની બાવનગજની ધ્વજા ચડાવવામાં આવશે. રાત્રે આવતા તમામ દર્શનાથી માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે તેમજ મંડળ દ્વારા રાત્રે ૧૦:૩૦ કલાકે થી સવાર સુધી માતાજીના ઓરીજીનલ દેશી ગરબા, દુહા, છંદ, વાછરાદાદાના લગ્નગીત, મંગળીયા તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભુવાઓ પધારશે અને વાછરાદાદાની ગાદી શોભાવશે. કાર્યક્રમમાં જવા માટેનું મંડળનું વાહન (નિઃશુલ્ક) સાંજે-૪:૦૦ વાગ્યે વિકટોરીયા પુલના છેડે, જિલ્લા સેવા સદન-૪ પાસે આવેલ હઠીલા હનુમાનજીના મંદિરેથી ઉપાડવામાં આવશે. જે ભાવિકોને દર્શનનો લાભ લેવાની ઈચ્છા હોય તેમને સમયસર સ્થળ પર હાજર રહેવા જણાવ્યું છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીની યાદી જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application44 વર્ષની કરીનાએ 24 વર્ષની સુહાના ખાનને હંફાવી
November 14, 2024 11:57 AM'કાંતારા: ચેપ્ટર 1' માં જીવંત થશે કદંબ સામ્રાજ્યની તવારીખ
November 14, 2024 11:55 AMવિકી કૌશલ મહાઅવતારમાં ભગવાન પરશુરામનો રોલ કરશે
November 14, 2024 11:54 AMધમકીઓથી હાર્યો નહી ભાઈજાન, સિકંદરનું શુટિંગ પૂરું કર્યું
November 14, 2024 11:53 AMમાતાએ કેફી દ્રવ્યોના બંધાણી હિંસક પુત્રથી બચવા પોતાના ઘરમાં જેલ બનાવી નાખી
November 14, 2024 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech