ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ ખાતેના એક વાડી વિસ્તારના ખુલ્લા કૂવામાં એક માદા નીલ ગાય પડી ગઈ હોવા અંગેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ તુરત આ નીલગાયને દોરડાની મદદથી બહાર કાઢ્યું હતું.
બહાર કાઢતા આ માદા નીલગાય બંને આંખે અંધ હોવાનું જણાતા તેઓ દ્વારા વન વિભાગ અને ભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો. જેથી એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો દ્વારા તુરત સ્થળ પર પહોંચીને આ અંધ નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ આ નીલગાયને ભાણવડના શિવ બળદ આશ્રમ ખાતે લઈ જઈને વેટરનરી ડો. શિવમ વિસાવાડિયાની મદદથી પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ પછી નીલગાય અંધ હોવાથી તેને પ્રાકૃતિક આવાસ મુક્ત કરી શકાય તેમ ન હોવાથી તેની સુરક્ષા અને સારવારના હેતુથી વન વિભાગની મદદથી તેનું બરડા સ્થિત સાબર ઉછેર કેન્દ્ર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર જીવદયાની પ્રવૃત્તિમાં ભટ્ટગામના સ્થાનિક લોકો, એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હરસુરભાઈ ગઢવી, મેરામણભાઈ, અક્ષય, નિમિષ અને વન વિભાગના કર્મચારીઓએ જોડાઈ આ અબોલ પશુનો જીવ બચાવવાની પ્રસંશનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech