અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જાહેરાત કરી છે કે સબસિડિયરી કંપની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં વિસ્ફોટકો, દારૂગોળો અને નાના શસ્ત્રોનું ઉત્પાદન કરશે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે સ્ટોક એક્સચેન્જમાં દાખલ કરેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે કંપનીને ધીરુભાઈ અંબાણી ડિફેન્સ સિટી બનાવવા માટે મહારાષ્ટ્રના રત્નાગિરીના વાટાડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 1000 એકર જમીન ફાળવવામાં આવી છે. એ જ ધીરુભાઈ અંબાણી ડિફેન્સ સિટી (DADC) માં, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમોટેડ કંપની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ વિસ્ફોટકો, દારૂગોળો અને નાના હથિયારોના ઉત્પાદન માટે એક પ્રોજેક્ટ સ્થાપશે.
દારૂગોળાની શ્રેણીમાં નાના, મધ્યમ અને મોટા કેલિબર અને ટર્મિનલી ગાઇડેડ મ્યુનિશનનો સમાવેશ થાય છે. સ્મોલ આર્મ્સ પોર્ટફોલિયોમાં નાગરિક અને લશ્કરી નિકાસ બજાર બંનેને લક્ષ્યાંકિત કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે આગામી 10 વર્ષમાં આ પ્રોજેક્ટમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે વિશ્વની છ અગ્રણી સંરક્ષણ કંપનીઓ સાથે સંભવિત સંયુક્ત સાહસની દરખાસ્ત છે.
રિલાયન્સે મહારાષ્ટ્રના નાગપુરના મિહાનમાં ફ્રાન્સની દસોલ્ટ એવિએશન અને થેલ્સ નામની બે અગ્રણી સંરક્ષણ કંપનીઓ સાથે સફળ સંયુક્ત સાહસ કર્યું છે. ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ (DRAL) અને થેલ્સ રિલાયન્સ ડિફેન્સ સિસ્ટમ્સ (TRDS) તેમના ઉત્પાદનના 100 ટકા નિકાસ કરે છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કહ્યું કે તેની પેટાકંપની દ્વારા કંપનીએ રૂ. 1000 કરોડના સંરક્ષણ સાધનોની નિકાસ કરી છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપનીઓ જય આર્મમેન્ટ્સ લિમિટેડ અને રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને ભારત સરકાર પાસેથી શસ્ત્રો અને દારૂગોળો બનાવવાનું લાયસન્સ પહેલેથી જ મળી ચૂક્યું છે. બજાર બંધ થયા બાદ કંપનીએ આ જાણકારી આપી છે. અગાઉ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 5 ટકાના ઘટાડા સાથે રૂ. 254.55 પર બંધ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech