મોરકંડા નજીક અજ્ઞાત વાહનની ઠોકરે અજાણ્યા યુવાનનો ભોગ

  • April 10, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લાલપુર બાયપાસ નજીક મોરકંડા ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારી યુવાનને ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાલપુર બાયપાસથી કાલાવડ રોડ તરફ જતા માર્ગ પર મારકંડા ગામના પાટિયા પાસે રવિવારે બપોરના અરસામાં કોઈ અજ્ઞાત વાહનના ચાલકે પુરપાટ ઝડપે આવીને અંદાજે ૪૫ વર્ષની વયના રાહદારી યુવાનને ઠોકરે ચડાવ્યા હતા, અને ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળેથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં પંચકોશી-બી ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક અજ્ઞાત યુવાનની ઓળખ કરવા માટે તજવીજ શરૂ કરી છે. મૃતકને ઠોકરે ચડાવનાર વાહનચાલકની પણ શોધખોળ આરંભી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application