આગરા દિલ્હી નેશનલ હાઈવે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયોછે. અહીંથી પસાર થતા એક બેકાબૂ ટ્રક ચાલકે અનેક વાહનોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે અને લગભગ ૬ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો તેમજ ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક માં આગ ભભૂકી ઉઠી હતી. વધુ તપાસ ચાલી રહી છે.
આગરા દિલ્હી નેશનલ હાઈવે પર એક બેકાબૂ ટ્રક ચાલકે અનેક વાહનોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે અને ૬થી વધુ લોકોને ઇજા પહોચી હોવાના અહેવાલ છે. પોલીસ ઘટના સ્થળે પહોચી છે અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી રહી છે.
ટ્રકના ચાલકે અડધો ડઝન કાર સહિત અનેક બાઇક અડફેટે લેતા વાહનચાલકો અને બાઈક સવાર ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિત પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ટ્રક ચાલકે હાઇવે પર એક કિલોમીટર સુધી માર્ગમાં આવતા વાહનોને કચડી નાખ્યા હતા. સિકંદરા પોલીસ સ્ટેશન પાસેનો આ મામલો છે જે અંગે પોલીસે તપાસ શ કરી છે.તેમજ ટ્રકના ચાલક ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓવરબ્રિજના દરેક પીલર પર કરાશે અવનવા પેન્ટીંગ
June 05, 2025 03:02 PMપોરબંદરમાં દિવ્યાંગ બાળકો માટેના ‘ડે-કેર સેન્ટર’ની થઇ સ્થાપના
June 05, 2025 03:02 PMજિલ્લામાં યોજાયેલા સમર યોગ કેમ્પ દરમ્યાન ૮૦૦થી પણ વધુ બાળકોએ લીધો ભાગ
June 05, 2025 03:01 PMસામાન્ય એજન્સીના અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ થઈ શકે ?
June 05, 2025 03:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech