વાવડીની સીમમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરલું આઈસર ઝડપાયું

  • September 16, 2024 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર એલસીબીએ ઘોઘાના વાવડી ગામની સીમમાંથી  દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૮૫૬ અને બિયર ટીન-૪૦૮ મળી કુલ કિ.રૂ.૪,૭૭,૬૦૦ મળી કુલ રૂ.૧૨,૭૭,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. 
  ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તણસા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતાં *બાતમી મળેલ કે, વાવડી-તણસા ગામની વચ્ચે માધાભાઇ આણંદજીભાઇ ધાંધલ્યા રહે.વાવડી તા.ઘોઘા જી.ભાવનગરની વાડી પાસે  રજી.નંબર-જી જે ૦૪એ એક્સ ૪૫૦૦ ચાલકે આઇસરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને રાખેલ છે.જે બાતમી આધારે રેઇડ કરી                                          ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી  બોટલ નંગ-૫૯૯ કિ.રૂ.૧,૭૯,૭ ૦૦, બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી  બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૦૮,૦૦૦, બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી પ્રીમીયમ કવોલીટી  બોટલ નંગ-૧૪૮૮ કિ.રૂ.૧,૪૮,૮૦૦, કાલ્સબર્ગ પ્રીમીયમ એલીફન્ટ સ્ટ્રોંગ  બિયર ટીન-૪૦૮ કિ.રૂ.૪૦,૮૦૦ અને આયશર રજી.નંબર- જી જે ૦૪એ એક્સ ૪૫૦૦-૧૨  કિ.રૂ.૮,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલ આઈસરના ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, મહેન્દ્દસિંહ સરવૈયા અને   તરૂણભાઇ નાંદવા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application