પાકિસ્તાનમાં 12 દેશના રાજદ્વારીને લઈ જઈ રહેલી બસ પાસે જ વિસ્ફોટ

  • September 23, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનની રહી સહી આબનું પણ ધોવાણ થયું છે. શાહબાઝ સરકાર આતંકવાદને ડામવામાં સદંતર નિષ્ફળ નીવડી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ૧૨ દેશોના રાજદ્રારીઓને લઈને ઈસ્લામાબાદ જઈ રહેલી બસ પાસે જોરદાર વિસ્ફોટ થયો.નોંધનીય છે કે બસને કડક સુરક્ષાના ઘેરામાં ઈસ્લામાબાદ લઈ જવામાં આવી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો જેમાં એક પોલીસ જવાનનું મોત થયું હતું અને ૩ને ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પાકિસ્તાનની બદનામી થઈ રહી છે.
આતંકવાદ માટે વિશ્વભરમાં જાણીતા શાહબાઝના દેશનું ફરી એકવાર આંતરરાષ્ટ્ર્રીય સ્તરે અપમાન થયું છે. વાસ્તવમાં ૧૨ દેશોના રાજદ્રારીઓને ઈસ્લામાબાદ લઈ જતી બસ પાસે મોટો વિસ્ફોટ થયો હતો. રાજદ્રારીઓને લઈ જતી બસની પાછળ સુરક્ષા માટે ભારે પોલીસ દળ અને સેના તૈનાત કરવામાં આવી હતી, તેમ છતાં કાફલામાં સામેલ બસમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી મુજબ તમામ રાજદ્રારીઓ સુરક્ષિત છે. પાકિસ્તાનના અશાંત ઉત્તર–પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વિદેશી રાજદ્રારીઓના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ રિમોટ દ્રારા કરવામાં આવ્યો હતો અને કાફલો ઈસ્લામાબાદથી સ્વાત જિલ્લાના સુંદર પહાડી વિસ્તાર માલમ જબ્બા તરફ જઈ રહ્યો હતો. વરિ પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ રાજદ્રારીઓ સુરક્ષિત છે.


બધા રાજદ્વારીઓ સુરક્ષિત
આ કાફલામાં રશિયા, વિયેતનામ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ઇથોપિયા, રવાન્ડા, ઝિમ્બાબ્વે, ઇન્ડોનેશિયા, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન અને પોર્ટુગલના રાજદ્વારીઓ સામેલ હતા.પોલીસ અધિકારીએ કહ્યું, ’તમામ રાજદ્વારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સુરક્ષા ફરજ પર તૈનાત પોલીસ કાફલાને વિસ્ફોટક ઉપકરણ વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ ત્રણ પોલીસકર્મીઓની હાલત ગંભીર છે.

પીએમ શાહબાઝ અને રાષ્ટ્ર્રપતિ આસિફ અલી ઝરદારીએ શું કહ્યું?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હત્પમલાની નિંદા કરી છે. યારે રાષ્ટ્ર્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું– આતંકવાદી તત્વો માત્ર દેશ અને રાષ્ટ્ર્રના દુશ્મન નથી, પરંતુ માનવતાના પણ દુશ્મન છે.પાકિસ્તાનમાં તહરીક–એ–તાલિબાન અને શાહબાદ સરકાર આમને–સામને છે. તહરીક–એ–તાલિબાન સતત સેના, પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓને નિશાન બનાવી રહ્યું છે. ગયા મહિને જ સ્વાતના બાનેર પોલીસ સ્ટેશન પર હત્પમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application