અમરેલી એલસીબીની ટીમે ઘરફોડ ચોરી કરનાર ટોળકીના સાગરીતને ઝડપી પાડી અમરેલીના ભંડારીયામાં બે સ્થળએ અને બાબરાના નાગરણીમાં કરવામાં આવેલી ચોરીનો ભેદ ઉકલ્યો છે. ચોરીના ગુનામાં સામેલ હજુ બે શખસોની શોધખોળ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૂચના આપવામાં આવેલી હોય જેના પગલે અમરેલી એલસીબીના પીઆઈ વી. એમ. કોલાદરાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.હડીયા તથા પીએસઆઈ એમ.ડી.ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, અમરેલી અને બાબરા પંથકમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો શખસ અમરેલી તરફ આવી રહ્યો છે . જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોંચ ગોઠવી પસાર થતા શખસને રોકી નામ પૂછતાં પોતાનું નામ મગરસીંગ ઠાકુરસીંગ અજનાર (રહે.કાકડવા,તા.કુક્ષી (મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડતી લેતા કબ્જામાંથી રોકડ 5300ની મત્તા મળી આવી હતી. શખસની આકરી પૂછપરછ કરતા પોતે અને મિત્રો મુકેશ કેકુભાઇ અલાવા અને પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જામસીંગ અલાવા (રહે. બંને કાકડવા,તા.કુક્ષી (મધ્યપ્રદેશ) સાથે મળી આજથી આશરે ત્રણ વર્ષ અને ચારેક મહીના પહેલા અમરેલી તાલુકાના નાનાભંડારીયા ગામે રાત્રીના ચોરી કરવા ગયા હતા અને ત્યાં એક મકાનમાંથી રોકડ રકમ, વાસણ તેમજ અનાજ, તેલના ડબ્બાની ચોરી કરી હતી તેમજ એજ રાત્રીના ભંડારીયા ગામમાં બીજા એક મકાનમાંથી રોકડ રકમ તથા ઘીની બરણીની ચોરી કરી હતી. આ ઉપરાંત આજથી આશરે ત્રણ વર્ષ અને બે મહીના પહેલા બાબરા તાલુકાના ગરણી ગામે રાત્રીના ચોરી કરવા ગયા હતા ત્યાં એક બંધ મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત આપતા એલસીબીએ શખસની કાયદેસરની ધરપકડ કરી. સાગરીતો મુકેશ કેકુભાઇ અલાવા અને પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જામસીંગ અલાવાની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી માટે અમરેલી તાલુકા અને બાબરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech