રાજકોટમાં એપાર્ટમેન્ટ મોડી રાત્રે ભડભડ સળગ્યું

  • March 14, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના રૈયારોડ પર ચંદન પાર્કમાં આવેલો શ્રી કુંજ નામનો એપાર્ટમેન્ટ મોડીરાત્રે ભળભળ સળગી ઉઠયો હતો. એક બાદ એક ફલેટમાં આગ ભભૂકવા લાગતા ફલેટધારકો જીવ બચાવીને ભાગ્યા હતા અને રાત રસ્તા પર વીતાવવી પડે તેવા હાલ થયા હતા. ફાયરબ્રિગેડ, પીજીવીસીએલની ટીમ પણ દોડી આવી હતી અને આગ કાબુમાં લીધી હતી. આગથી ભારે ફફડાટ ફેલાયો હતો.

પ્રા વિગતો મુજબ પાંચ મંજીલા શ્રી કુંજ એપાર્ટમેન્ટમાં વસવાટ છે. ગત મોડી રાત્રે ત્રીજા માળે એક ફલેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગમાં ફલેટનું રાચરચીલું સળગી ગયું હતું. ફલેટમાં સૂતેલા એક વૃધ્ધા બહાર ન નીકળી શકતા દાઝી ગયા હતા તેમને તાત્કાલિક સારવારમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
થોડી જ વાર સામેનો ફલેટ સળગી ઉઠયો હતો. એક સાથે બે–બે ફલેટમાં આગ લાગતા અન્ય  રહેવાસીઓ ફફળી ઉઠયા હતા. તાત્કાલિક બધા ફલેટધારકો જીવ બચાવવા બાળકો, વૃધ્ધોને લઈને ફટાફટ નીચે રસ્તા પર ઉતરી ગયા હતા. એક સાથે બે–બે ફલેટમાં આગ લાગતા રાત્રે ચંદન પાર્ક વિસ્તારમાં પણ થોડી ક્ષણો ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો એકઠા થઈ ગયા હતા.

વીજ બોર્ડમાં આગ લાગ્યા બાદ ફલેટમાં વીજલાઈન ઉપકરણો સળગી ઉઠતા હોવાથી તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની સાથે પીજીવીસીએલને પણ જાણ કરાઈ હતી. બન્ને ટીમો બચાવ સાધન સામગ્રી સાથે દોડી આવી હતી. પુરા એપાર્ટમેન્ટનું વીજ કનેકશન બધં કરી દીધું હતું.મોડીરાત સુધી ફલેટધારકો રસ્તા પર એપાર્ટમેન્ટ સામે જ બેઠા રહ્યા હતા. આજે સવારે પીજીવીસીએલની ટીમ વીજ શોક સકિર્ટ થવાનું કારણ શુંહ? તે શોધવા કામગીરી હાથ ધરવાની હતી જેથી રાત્રીના એપાર્ટમેન્ટમાં સુરક્ષા હેતુસર વીજ પ્રવાહ બધં કરી દેવાતા અંધારપટ છવાયો હતો
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application