અન્ય શખ્સોની શોધખોળ : પકડાયેલા શખ્સની સધન પુછતાછ
જામનગરમાં અઠવાડિયા પહેલા એક એડવોકેટની હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના એક શખ્સને પોલીસેે પકડી પાડ્યો છે. અને તેના ૭ દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે. આ ચકચારી બનાવમાં અન્ય આરોપીઓની શોધખોળ સ્પે. ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગત બુધવારે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા નીપજવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના શખ્સો સહિત ૧૫ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળની સીટ ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.
દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો. આ શખ્સની ધરપકડ કરવામાં આવ્યા પછી ગઇકાલે આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.જયા તેને ૭ દિવસ નાં રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ થયો છે.
જેની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલો લોખંડનો પાઇપ, તેમજ એક સ્કૂટર વગેરે કબ્જે લેવાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ચકચારી હત્યા કેસમાં ૧૫ સામે ગુનો દાખલ થતા અસંખ્ય નિવેદનો લેવાયા હતા અને પુરતા પુરાવા એકત્ર કરવામાં આવી રહયા છે અન્ય આરોપીઓનું પગેરુ પોલીસે દબાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech