શહેરના મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો અને પોકસોના ગુનામાં વચગાળાના જામીન પર જેલમુકત થયા બાદ ફરાર થઇ ગયેલા કેદીને બી ડિવિઝન પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ,બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરી હેઠળ પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ. ભાનુશંકર ધાંધલા,રાજદિપભાઇ પટગીરને મળેલી બાતમીના આધારે પોકસોના ગુનામાં ફરાર કાચા કામના કેદી હિતેશ ઉર્ફે બાડો ચમનભાઇ કારેણા(ઉ.વ ૩૨ રહે.મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.૩ રાજકોટ) ને મોરબી રોડ પરથી ઝડપી લઇ જેલ હવાલે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી હિતેશ ઉર્ફે બાડો પોકસોના ગુનામાં જેલહવાલે હોય દરમિયાન તે વચગાળાના જામીન પર જેલમુકત થતા ફરાર થઇ ગયો હતો.જેને પોલીસે ઝડપી લીધો છે.આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ૧૧ ગુના નોંધાઇ ચૂકયા છે.તેમજ વર્ષ ૨૦૨૧ માં તે પાસા હેઠળ જેલયાત્રા પણ કરી ચૂકયો હોવાનું માલુમ પડયું છે.
એક વર્ષથી ફરાર સજાના વોરંટનો આરોપી પકડયોે
ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ આર.કે.સામૂદ્રે તથા ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ. ભગીરથસિંહ ચુડાસમા અને કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સુરત કોર્ટમાં ચેક રિર્ટન કેસમાં સજા પડયા બાદ સજાના વોરંટમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી ચંદુ ભીખાભાઇ અમીપરા(ઉ.વ ૫૨ રહે. સુભાષનગર શેરી નં.૧ નંદા હોલ પાસે) ને તેના ઘર પાસેથી ઝડપી લઇ વોરંટની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech