ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં અમૃત કળશ રથનું સ્વાગત સન્માન

  • October 09, 2023 11:19 AM 

મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો નગરજનોની ઉપસ્થિતિ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "મેરી મિટ્ટી મેરા દેશ" અંતર્ગત ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય મુળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ખંભાળિયા-ભાણવડ વિધાનસભા વિસ્તાર માટે "અમૃત કળશ રથ"નું ખંભાળિયા શહેરમાં આગમન થતા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ અમૃત કળશ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ શહેર ભાજપ દ્વારા વોર્ડ 1મા શ્રી સંતોષી માતાજી મંદિરથી શુભારંભ થયો હતો. ત્યાં આ વિસ્તારના બહેનોએ ચોખા અને માટી પધરાવ્યા હતા. ત્યાર બાદ લઘુમતી સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.


ત્યારબાદ આ અમૃત કળશ રથ જુદા જુદા વિસ્તારોમાં ફરી, જડેશ્વર સોસાયટી વિસ્તાર, તિરુપતિ મહાદેવ મંદિર, ગુજરાત મિલ ખાતે, શ્રી રામ મંદિર પાસે, જલારામ મંદિર તેમજ રામનાથ સોસાયટીના ગરબી ચોક ખાતે ભવ્ય સ્વાગત કરી, ઉપસ્થિત લોકોએ માટી અને ચોખા પધરાવ્યા હતા.


અમૃત કળશ રથનું ઠેર ઠેર પુષ્પવર્ષા કરી, ફૂલહાર કરીને ઢોલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષ કણજારીયા, નગર પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, નગરપાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, મયુરભાઈ ધોરીયા, પી.એમ. ગઢવી, વનરાજસિંહ વાઢેર, ઈમ્તિયાઝખાન લોદીન, હુસેનભાઈ ભોકલ, કારૂભાઈ માવદીયા, શંકર મહારાજ, ભીખુભા જેઠવા, હરેશભાઈ ભટ્ટ, કિશોરભાઈ નકુમ, અરજણભાઈ ગાગીયા, વજુભાઈ દતાણી, મોહીત મોટાણી, વિજયભાઈ કણજારીયા, પરબતભાઈ વાનરીયા, હિતેશભાઈ ગોકાણી, મુકેશભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, હિમાચલ મકવાણા, નિકુંજ વ્યાસ, જયેશ કણજારીયા, ભવ્ય ગોકાણી, જાનકીબેન કુંડલીયા, ભારતીબેન ધ્રુવ, રાણાભાઈ ગઢવી, માનભા જાડેજા, યુનુસ ચાકી, મિલન વરિયા, કિશન ગોહિલ, દેવ શાહ, શક્તિ ગઢવી, જીતુ ગઢવી, વિગેરે આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે શહેર ભાજપ ટીમ, નગર પાલિકાના સર્વે સદસ્યો અને તમામ મોરચાના હોદેદારોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application