બીગ-બી નવા સંસદ ભવન પર આફરીન, જલદી તેને જોવા ઉત્સુક

  • May 29, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  •  નવા સંસદ ભવનનું ધર્મશાસ્ત્રીય, પૌરાણિક, જ્યોતિષીય અર્થ જાણવા માંગે છે
  •  19 વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે પીએેમ મોદીએ નવી સંસદનું ઉદઘાટન કર્યું


સાઉથના અભિનેતા કમલ હાસનના વિરોધ સિવાય બોલીવૂડ-ટોલીવૂડમાં મોટા ભાગના અભિનેતાઓએ નવા સંસદ ભવનના વખાણ કર્યા. બીગ બીથી લઇ શાહરુખ ખાન, અક્ષય ખન્ના, રજનીકાંત સુધીના એક્ટર્સને નવી સંસદના વખાણ કર્યા છે. તેમાં અમિતાભ બચ્ચન તો એટલા અભિભૂત થયા છે તે તેઓ જલદી તેની મુલાકાત લેવા માગે છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે  દેશના નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યું. પરંતુ તે પહેલાં આ નવા સંસદ ભવનના લોકાર્પણ અંગે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામની વચ્ચે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને શુભેચ્છા આપી છે. તેમ જ તેમણે નવા સંસદ ભવન અંગે એક બ્લોગ પણ લખ્યો છે. 


દરરોજ રાત્રે સુતા પહેલા અમિતાભ બચ્ચન ફેન્સ માટે પોસ્ટ લખે છે. આ બ્લોગના માધ્યમથી તેઓ પોતાની વાત લોકો સમક્ષ મૂકે છે. ક્યારેક પોતાની ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સા જણાવે છે. તો ક્યારેક સાંપ્રદ મુદ્દા પર પોતાનો પક્ષ મુકતા જોવા મળે છે. ત્યારે તેમણે નવા સંસદ ભવન અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે આ પ્રસંગે ખુશી અને ઉત્સુકતા વ્યક્ત કરી હતી.


અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે દેશના નવા સંસદ ભવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પૂર્વ સાંસદ તરીકે હું આ પ્રસંગે શુભેચ્છા આપું છું. હું હવે આ નવા સંસદ ભવનની વિશેષતા અને આકાર અંગે જાણવા માટે ઉત્સુક છું. સાથે જ જાણવા માગું છું કે, આખરે નવા સંસદ ભવનનું ધર્મશાસ્ત્રીય, પૌરાણિક, જ્યોતિષીય અર્થ શું છે.



વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચને અત્યારે ફિલ્મ સેક્શન 84માં વ્યસ્ત છે. આ ફિલ્મને રિભુ દાસગુપ્તાએ લખી અને ડિરેક્ટ કરી રહ્યા છે. આ એક કોર્ટડ્રામા ફિલ્મ હશે, જેમાં ડાયના પેન્ટી, અભિષેક બેનર્જી અને નિમૃત કોર જોવા મળશે.  બીગ બી પિન્ક જેવી કોર્ટડ્રામા ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે, જે સુપરહિટ સાબિત થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application