આરબીઆઈની કાર્યવાહી બાદ, પેટીએમની પેરન્ટ કંપની વન૯૭ કોમ્યુનિકેશન્સએ પેમેન્ટસ બેંક લિમિટેડ સાથે કરારો રદ કર્યા છે. ફિનટેક કંપની પેટીએમ એ ચાલુ સંકટ વચ્ચે એક મોટું પગલું ભયુ છે. પેટીએમ ની પેરન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશન્સએ વિવાદોમાં ફસાયેલી પેટીએમ પેમેન્ટસ બેંકથી તેનું અંતર વધાયુ છે.
પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક અપડેટમાં આ માહિતી આપી હતી. તેમણે અપડેટ કયુ– પેટીએમ અને પીપીબીએલના શેરધારકો વિવિધ આંતર–કંપની કરારો બધં કરવા સંમત થયા છે. તેણે એકસ પર આ પોસ્ટ સાથે સ્ટોક એકસચેન્જ ફાઇલિંગ પણ જોડું.
પેટીએમ ની પેરેન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશન્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. કંપનીએ આ તાજેતરના વિકાસ વિશે આજે ૦૧ માર્ચે બીએસઈ અને એનએસઈને જાણ કરી હતી. ડિસ્કલોઝરમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સે સહયોગી કંપની પેટીએમ પેમેન્ટસ બેંક લિમિટેડ સાથેના વિવિધ આંતર–કંપની કરારો રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
પેટીએમ કહે છે કે પેટીએમ પેમેન્ટસ બેંક લિમિટેડની કામગીરીને સ્વતત્રં કરવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. આંતર–કંપની કરાર સમા કરવો એ તે પ્રયાસોનો એક ભાગ છે. કંપનીએ નિવેદનમાં એમ પણ ઉમેયુ છે કે વન૯૭ કોમ્યુનિકેશન્સ અને પેટીએમ એપ, પેટીએમ કયુઆર, પેટીએમ સાઉન્ડબોકસ અને પેટીએમ કાર્ડ મશીન સહિત તેની વિવિધ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના કામ કરવાનું ચાલુ રાખશે.
આ સેવાઓ પર કાર્યવાહીની અસર
પેટીએમ આ દિવસોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કેવાયસી સહિત વિવિધ નિષ્ફળતાને કારણે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેંક સામે પગલાં લીધાં છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકની ઘણી સેવાઓ પર પ્રતિબધં મૂકયો છે. આરબીઆઈના પગલાથી પેટીએમ વોલેટ અને પેટીએમ ફાસ્ટેગ જેવી ઘણી સેવાઓને અસર થશે. ૧૫ માર્ચ પછી પેટીએમ વોલેટમાં પૈસા ઉમેરવા અથવા ફાસ્ટેગ રિચાર્જ કરવાનું શકય બનશે નહીં. ૧૫ માર્ચ પછી પેટીએમ પેમેન્ટસ બેંકમાં ખોલવામાં આવેલા વિવિધ ખાતાઓમાં નાણાં જમા કરવામાં આવશે નહીં. જો કે, જો પેટીએમ વોલેટ અથવા ફાસ્ટેગમાં બેલેન્સ બાકી હોય, તો ૧૫ માર્ચ પછી પણ તે ખતમ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. એ જ રીતે, ૧૫ માર્ચ પછી પણ પેટીએમ પેમેન્ટસ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech