ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ પોતાની અદ્યતન એન્ટી મિસાઇલ સુરક્ષા સિસ્ટમ ટર્મિનલ હાઇ-એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (થાડ) ઇઝરાયેલને મોકલવાની ઘોષણા કરી છે. તેની સાથે જ 100 અમેરિકી સૈનિકો પણ ઇઝરાયેલ મોકલવામાં આવશે કે જે થાડને ચલાવતા જાણે છે.
અમેરિકાની કંપ્ની લોકહિડ માર્ટિનની બનાવેલી થાડ સિસ્ટમમાં ટ્રક માઉંટેડ લોન્ચર છે, જેમાં દરેકમાં આઠ ઇન્ટરસેપ્ટર હોય છે. તે અંતિમ ચરણોમાં બેલેસ્ટિક મિસાઈલને જમીન પર પડતા અટકાવે છે, જેને ટર્મિનલ ફેઝ કહેવાય છે. દરેક લોન્ચરને ફરીથી લોડ કરતા લગભગ 30 મિનીટ જેટલો સમયલાગે છે. જે મિસાઈલને વિસ્ફોટ કરવાની બદલે પોતાની ગતિથી તેને તોડી નાખે છે.
થાડ જે દુશ્મન મિસાઇલોને હવામાં નષ્ટ કરે છે, તેમાં ઇન્ટરસેપ્ટર, લોન્ચ વ્હીકલ, રડાર અને ફાયર કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે. ઇન્ટરસેપ્ટર એક એવી મિસાઇલ છે જે સામેથી આવતી મિસાઇલોને ટક્કર મારીને તેના બળથી નાશ કરે છે. ઇન્ટરસેપ્ટર 870 થી 3,000 કિમીની રેન્જના ખતરાને ટ્રેક કરવા માટે લોન્ચ વ્હીકલ અને રડારનો ઉપયોગ કરે છે. ફાયર કંટ્રોલ સિસ્ટમ ઇન્ટરસેપ્ટરના લોન્ચિંગ અને લક્ષ્યાંકનું સંકલન કરે છે. થાડનો ઉપયોગ કરવો ખૂબ ખચર્ળિ છે એટલું જ નહીં તે માત્ર પ્રશિક્ષિત અમેરિકન સૈનિકો દ્વારા જ ચલાવી શકાય છે. યુરોપિયન સિક્યુરિટી એન્ડ ડિફેન્સના એક લેખ અનુસાર, તેની એક બેટરીની કિંમત અંદાજે 2.5 બિલિયન યુએસ ડોલર છે. ઇઝરાયેલ પાસે પહેલેથી જ એર ડિફેન્સ સિસ્ટમ છે પરંતુ થાડ સિસ્ટમનો ઉમેરો થતા તે વધુ મજબૂત બનશે. અમેરિકા પાસે કુલ 7 થાડ છે જે વિશ્વના વિવિધ સંઘર્ષ ક્ષેત્રમાં તૈનાત છે. રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન લાંબા સમયથી થાડની માંગ કરી રહ્યું છે પરંતુ તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. અમેરિકા ઇઝરાયેલને મધ્ય પૂર્વમાં એક મહત્વપૂર્ણ સાથી તરીકે જુએ છે. વર્ષ 2016માં તત્કાલીન ઓબામા સરકારે ઇઝરાયલને તેની સૈન્ય અને મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓ માટે દસ વર્ષ માટે વાર્ષિક 3.8 બિલિયન ડોલર પ્રદાન કરવા માટે એક એમઓયુ કર્યો હતો. વર્ષ 1950 થી 2020ની વચ્ચે ઇઝરાયેલના 80% થી વધુ શસ્ત્રોની આયાત અમેરિકાથી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech