આચાર સંહિતા ભંગની ફરિયાદ મામલે કલેકટર સામે કોંગ્રેસનો ચોંકાવનારો આક્ષેપ

  • April 30, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આજે કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણીની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને મળી આવેદનપત્ર પાઠવી એવો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો કે આચાર સંહિતા ભંગની કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી ફરિયાદોમાં સમયસર પગલાં નહીં લઈને આપ લોકહિતને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છો.

ભાજપ અને તેના ઉમેદવારો તથા અન્ય લોકો આચાર સંહિતા ભંગનો કે ચૂંટણી પંચનો ડર રાખ્યા વગર કામ કરતા હોય તેવું લાગે છે તેમ પણ કોંગ્રેસે પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે.રાજકોટ જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને પાઠવેલા આ આવેદનપત્રમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે એક લોકશાહી દેશના અધિકારીની રુએ ચૂંટણી અધિકારીની અગત્યની ફરજ આપ બજાવી રહ્યા છો. આપ્ની તટસ્થતા દેશના સારા ભવિષ્ય નિર્માણનું અગત્યનું પરિબળ હોય આપ્ને તટસ્થ રહેવું જરૂરી છે. પરંતુ આજની પરિસ્થિતિમાં તે મુશ્કેલ બની ગયું છે. આપ કમ સે કમ લોકશાહીના હિતમાં કોઈ લોભ, લાલચ થકી કે અંગત દબાણને વશ થયા વગર આપ્ની ફરજ બજાવશો તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી આપ્ની પાસે અપેક્ષા છે.

આ આવેદનપત્રમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી ઉપરાંત ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગાયત્રીબા વાઘેલા જશવંતસિંહ ભટ્ટી રાજદીપસિંહ જાડેજા વશરામભાઈ સાગઠીયા હેમાંગભાઈ વસાવડા ગોપાલભાઈ અનડકટ ધરમભાઈ કામલીયા કૃષ્ણદત્ત રાવલ સંજયભાઈ અજુડીયા વગેરે જોડાયા હતા.
આચારસંહિતા ભંગની કોંગ્રેસની કઈ ફરિયાદમાં સમયસર પગલાં લેવાયા નથી તેવો કોઈ ઉલ્લેખ આ આવેદનપત્રમાં કરવામાં આવ્યો નથી પરંતુ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિરમાં ભાજપ્ના ચૂંટણી પ્રચાર મામલે અમે ફરિયાદ કરી હતી પરંતુ તેની કોઈ કાર્યવાહી થઈ નથી અને આવો બીજો કાર્યક્રમ પણ ત્યાં યોજાઈ ગયો છે. સત્સંગ સંમેલનના નામે ભાજપ્ના ઉમેદવાર રૂપાલાનો પ્રચાર થઈ રહ્યો છે. આવી જ રીતે વોર્ડ નંબર 13 માં ભાજપે મંજૂરી વગર મધ્યસ્થ ચૂંટણી કાયર્લિય શરૂ કરી દીધાની ફરિયાદ કરી છે પરંતુ તેની પણ નક્કર કાર્યવાહી થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application