પોરબંદરમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમનભાઇ બેચરભાઇ ચાવડા સહિત આગેવાનોએ પોરબંદરમાં વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે સર્વોચ્ચ અદાલત દ્વારા તા. ૧-૮-૨૦૨૪ના રોજ પંજાબ સરકાર/ રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચૂકાદો આવેલ છે. આ ચુકાદાથી એસ.સી., એસ.ટી. કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યા છે તે બંધારણીય બેંચ દ્વારા એસ.સી., એસ.ટી. કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સંભવ છે. આ ચુકાદાના કારણે એસ.સી. જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આભડછેડની પ્રેકટીકલ થાય છે તેવી જાતિઓના સમૂહને અનામતના માધ્યમથી તેના હક્કો -પ્રતિનિધિત્વ જાળવવાની બંધારણીય પ્રતિબધ્ધતા સામે સવાલો ઉભા થઇ શકે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ એ સમાનપણે ભેદભાવનો સામનો કરતી જાતિઓનો વર્ગ, કેટેગરી છે. જેમાં તે વર્ગના પ્રતિનિધિત્વ માટે સંવૈધાનિક જોગવાઇ છે.
દેશની હર એક જાતિ માટે જોગવાઇ નથી અને ૬૭૪૩ જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શકય નથી. આ વર્ગ, કેટેગરીમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિેકલ ૩૪૧ મુજબ રાષ્ટ્રપતિ છે તેમ છતાં સુપ્રિમકોર્ટ દ્વારા આ કેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચૂકાદો આપી સુપ્રિમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે. જેદેશની અનુસૂચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પૂરવાર થઇ શકે તેમ હોય. અમે આ ચૂકાદાને નિરસ્ત કરી સંવિધાનિક પ્રણાલીને અનુસરી ઘટતુ કરવા આપ સમક્ષ નમ્ર અરજ કરીએ છીએ.
આ સાથે અનુસૂચિત જાતિઓમાં એકતા જળવાઇ રહે તથા દેશમાં શાંતિ-સુલેહ જળવાઇ રહે તથા નાગરિકોમાં અસંતોષકારી ભાવના ન પ્રગટે તે માટે અમારી રજૂઆત છે કે એસ.સી., એસ.ટી. અનામત કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા આ તો ૧-૮-૨૦૨૪નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચૂકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચૂકાદાને બહાલ કરવામાં આવે.એસ.સી., એસ.ટી. કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગરીબ રહી ગઇ છે તેને અલગથી ઇ.ડબલ્યુ. એસ. જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામા આવે કારણકે દેશના ગરીબ નાગરિકોના ઉત્થાન માટે ઇ.ડબલ્યુ.એસ. કોટા દાખલ કરવામાં આવ્યો છે. આ ઇ.ડબલ્યુ.એસ. કોટાની જોગવાઇ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે.
એસ.સી. એસ.ટી. બંધારણીય અનામત જોગવાઇ ‘પ્રતિનિધિત્વ’ જે બંધારણની ૯મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ-દ્વેષ રાજકીય લાભ આપાવા કોઇ સત્તાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે.,એસ.સી.,એસ.ટી. કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવે. એસ.સી. એસ.ટી. કયોનન્ટ પ્લાનને કાનૂની સ્વપ આપવામાં આવે., રિઝર્વેશન એકટ બનાવવામાં આવે. રિર્ઝર્વેશન ઇન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવારીનું માળખુ તૈયાર કરવામાં આવે.જૂની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલિક ખબરથી અમલ કરવામાં આવે. સરકારી, અર્ધસરકારી જાહેર સાહસોનું ખાનગીકરણ, વેચાણ બંધ કરવામાં આવે. શિક્ષણ અને સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે. પ્રાઇવેટ સેકટરમાં અનામત દાખલ કરવામાં આવે તે માટે સંસદમાં કાનૂની પારિત કરવામાં આવે. હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં ભરતી પ્રક્રિયા જાહેર પરીક્ષા દ્વારા મેરીટથી કરવામાં આવે. કોલેજીયમ સિસ્ટમ નાબુદ કરવામાં આવે. ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફરજીયાત જોગવાઇ કરવામાં આવે. લેટરલ એન્ટ્રી સિસ્ટમ ગેરબંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે.તેવી સુમનભાઇ ચાવડાએ માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech