ફીલ્મ 'કોકટેલ ૨' દ્રારા શાહિદ કપૂર દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. ફિલ્મમાં શાહિદ સાથે રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની જોડી ખૂબ પસદં કરવામાં આવી રહી છે. 'કોકટેલ ૨' ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.'કોકટેલ ૨'ની રિલીઝની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મમાં શાહિદ કપૂરની દમદાર એકિટંગના દરેક વ્યકિત વખાણ કરી રહ્યા છે.
પરંતુ, હવે 'કોકટેલ ૨' સામે અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' બાદ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ 'આલ્ફા' મુશ્કેલી બનીને ઊભી રહી છે. આ ફિલ્મોએ આવીને આખી રમત બગાડી દીધી છે. 'કોકટેલ ૨'ને રિલીઝ થયે આજે ૧૫ દિવસ થઈ ગયા છે અને તેના બીજા શુક્રવારના આંકડા સામે આવી ચૂકયા છે.
શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની ફિલ્મ 'કોકટેલ ૨'ને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મને દર્શકોની સાથે ક્રિટિકસ તરફથી પણ શાનદાર રિવ્યુ મળ્યા છે. ઓપનિંગ વિકેન્ડ પૂરો થયા પછી પણ 'કોકટેલ ૨'ની કમાણીમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. બોકસ ઓફિસ પર ઘણી ફિલ્મો સાથે ટક્કર હોવા છતાં 'કોકટેલ ૨'એ કમર્શિયલ રીતે ધમાકેદાર પ્રદર્શન કયુ છે.હવે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય થ્રિલર ફિલ્મ 'આલ્ફા' રિલીઝ થવાના કારણે તેની કમાણી ધીમી પડી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેના ૧૫મા દિવસે (બીજા શુક્રવારે) માત્ર ૭૫ લાખની કમાણી કરી છે. આ સાથે 'કોકટેલ ૨'નું અત્યાર સુધીનું કુલ કલેકશન ભારતમાં ૯૦.૧૫ કરોડ (નેટ કલેકશન) થઈ ગયું છે. આ ફિલ્મો સાથે બોકસ ઓફિસ પર ટક્કરશાહિદ કપૂરની 'કોકટેલ ૨'ની રિલીઝ સાથે જ વણ ધવનની 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ', રામ ચરણ અને હાન્વી કપૂરની 'પેડ્ડી', બોબી દેઓલની 'બંદર', કંગના રનૌતની 'ભારત ભાગ્ય વિધાતા', દિલજીત દોસાંજની 'મેં વાપસ આઉંગા' અને હોરર ફિલ્મ 'હોન્ટેડ થ્રીડી: ઇકોઝ ઓફ ધ પાસ્ટ' સામે ટક્કર થઈ હતી. ત્યારબાદ અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' અને હવે 'આલ્ફા' આવી જતાં બોકસ ઓફિસ પર ભારે સ્પર્ધા જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application