રાહાની માતાએ મેટાલિક ડ્રેસમાં લુટી લીધી મહેફિલ
ચુલબુલી અને બેહદ ખુબસુરત અભિનેત્રી આલિયા ભટ્ટે પેરિસ ફેશન વીકમાં ડેબ્યૂ કર્યું છે. સોમવારે તેણે રેમ્પ વોક કર્યું હતું. તેના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આલિયા ભટ્ટે ફરી એકવાર પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. તેણે પેરિસ ફેશન વીકમાં વોક કર્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દર વર્ષે પેરિસ ફેશન વીકનો ભાગ બને છે. આ વર્ષે એશની સાથે આલિયા ભટ્ટે પણ તેમાં ભાગ લીધો છે.
સોમવારે પેરિસ ફેશન વીકમાં લોરિયલ બ્રાન્ડ માટે આલિયાએ રેમ્પ વોક કર્યું હતું જે તસ્વીરો વાયરલ થતની સાથે બેહદ લોકપ્રિય બની છે. સિલ્વર મેટાલિક ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ઇયરિંગ્સ અને સિમ્પલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
રેમ્પ વોક કરતી વખતે આલિયાએ ચાહકોને ફ્લાઈંગ કિસ આપી લોકોના દિલ જીતી લીધા હતા. તેના પોઝ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આલિયાના ચહેરા પરની ચમક ચાહકોનું દિલ જીતી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયાની જીગરા ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તે એક ભાઈ અને બહેનની વાર્તા છે.
ત્યાર બાદ આલિયા સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech