હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ઈરાક અને અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે 5 અને 6 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. યુપી અને એમપીમાં 2 જાન્યુઆરીએ ઠંડા દિવસની સ્થિતિ રહેશે.
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી લોકોને રાહત મળવાની કોઈ આશા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) ના અનુમાન મુજબ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં 1 અને 2 જાન્યુઆરીએ કોલ્ડ-ડે અને ગંભીર ઠંડા દિવસની ચેતવણી જારી કરવામાં આવી છે.
IMD અનુસાર પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં જાન્યુઆરીમાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.
છેલ્લા 24 કલાકમાં હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ખૂબ ગાઢ ધુમ્મસ છવાયું હતું. બીજી તરફ અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ યથાવત છે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 5 અને 6 જાન્યુઆરીએ ઝરમર ઝરમર વરસાદ પડવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationISROએ કરી બતાવ્યું...અવકાશમાં ઉગાડ્યા ચોળીના બીજ, ટૂંક સમયમાં જ નીકળશે પાંદડા
January 04, 2025 04:36 PMકર્મચારીને લીવ એન્કેશમેન્ટની રોકડ રકમ ન આપવી એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘનઃ હાઇકોર્ટ
January 04, 2025 04:29 PMપંજાબમાં મહાપંચાયતમાં હાજરી આપવા જઈ રહેલી બસ પલટી, ૩ મહિલા ખેડૂતોના મોત
January 04, 2025 04:17 PMસુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત, બાથરૂમમાં પોતાની બંદૂકથી જ ગોળી મારી પેટ વીંધ્યું
January 04, 2025 04:03 PMએચએમપીવી વાયરસનો કહેર: ચીને કહ્યું આ માત્ર શિયાળામાં થનારી બીમારી છે
January 04, 2025 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech