વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી એક અફવા જોરશોરથી ફેલાઈ હતી કે દુનિયાનો સૌથી વૃદ્ધ જીવતં કાચબો જોનાથન હવે નથી રહ્યો. આ સમાચારથી પ્રાણીપ્રેમીઓ અને એનિમલ–લવર્સમાં ચિંતા અને દુ:ખનો માહોલ સર્જાયો હતો. જોકે હવે આ અફવા સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે અને સ્પષ્ટ્ર થયું છે કે ૧૯૪ વર્ષનો કાચબો માત્ર જીવતં જ નથી પણ સંપૂર્ણ સ્વસ્થ છે અને સેન્ટ હેલેનાના દક્ષિણ એટલાન્ટિક ટાપુ પર ગવર્નર હાઉસમાં રહે છે, યાં તેને ૧૮૮૨ માં લાવવામાં આવ્યો હતો માહિતી મુજબ, જોનાથન લગભગ ૧૯૪ વર્ષનો છે અને તે સેશેલ્સ જાતિનો વિશાળ કાચબો છે. તે વિશ્વના સૌથી વધુ આયુષ્ય ધરાવતા જમીન પર રહેતા પ્રાણીઓમાંનો એક ગણાય છે. તેના લાંબા જીવનને કારણે તે વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે વિશેષ રસનો વિષય રહ્યો છે. આ અફવા એક ફર્જી સોશિયલ મીડિયા પોસ્ટથી શ થઈ હતી. એક એકાઉન્ટમાં જોનાથનના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં દાન માંગવામાં આવ્યું હતું. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ અને ઘણા લોકોએ તેની સચ્ચાઈ ચકાસ્યા વગર તેને શેર કરી દીધી. બાદમાં સત્તાવાર ક્રોતો અને સંભાળ રાખતી ટીમે સ્પષ્ટ્રતા કરી કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને જોનાથન સુરક્ષિત છે. આ સમાચાર વાયરલ થયા પછી, વાસ્તવિક ડોકટરે પણ સ્પષ્ટ્રતા કરી કે તે એક કૌભાંડ હતું અને જોનાથન સંપૂર્ણ સ્વસ્થ હતો. વિશ્વમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે, યાં ખોટી માહિતી અથવા અફવાઓ લોકોમાં ગેરસમજ ફેલાવે છે. આ ઘટનાએ ફરી એકવાર એ બતાવ્યું છે કે સોશિયલ મીડિયા પર મળતી દરેક માહિતી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવી ખૂબ જ જરી છે. જોનાથન હાલમાં પણ તેના નિવાસસ્થાનમાં આરામથી જીવન જીવી રહ્યો છે અને તેની સારી રીતે દેખભાળ કરવામાં આવે છે. તેની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને વિશેષ ખોરાક અને આરામની વ્યવસ્થા આપવામાં આવે છે. આ ઘટના પ્રાણીપ્રેમીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, કારણ કે દુનિયાના આ અનમોલ જીવતં વારસાને હજુ પણ આપણે જોઈ શકીએ છીએ. સાથે જ, આ ઘટના આપણને સાવચેત રહેવાની અને જવાબદારીપૂર્વક માહિતી વહેંચવાની પણ યાદ અપાવે છે