BREAKING NEWS

તેરા તુજકો અર્પણ અંતર્ગત ૮.૨૫ લાખનો મુદ્દામાલ પરત આપતી આજીડેમ પોલીસ

  • October 16, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ૧૩ અરજદારોને સાયબર ફ્રોડથી ગુમાવેલા નાણા, ૨૬ મોબાઈલ ફોન અને ત્રણ વાહન મળી કુલ રૂ. ૮,૨૫,૫૨૫નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાવ્યો હતો.


રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બાગરીયા,ડીસીપી ઝોન ૧ હેતલ પટેલ, મદદનીશ પોલીસ કમિશનર બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકો દ્વારા સાઇબર ક્રાઇમ પોર્ટલ પર કરવામાં આવેલ ફરિયાદો હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ કરી સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકોને ફ્રોડમાં ગુમાવેલા નાણા તેમજ ચોરી થયેલા મોબાઇલ, વાહન, સોના દાગીના પરત સોંપવા માટે આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. વી.એમ. બરાડીયા ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિઓને કુલ રૂ.૪,૧૬,૪૮૬, ૨૬ મોબાઈલ કિં. રૂ. ૩,૩૯,૦૩૯, રૂ. ૭૦ હજારના ત્રણ વાહન મળી કુલ રૂ. ૮,૨૫,૫૨૫નો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં પી.આઇ. એ.બી.જાડેજા, પી.એસ.આઈ. વી.એમ. બરાડીયા, હેડ કોન્સ. સંજયભાઈ ચૌહાણ, કોન્સ. મનિષાબેન ચીનાભાઈ, અનાર્મ લોકરક્ષક રાહુલભાઈ ભુંડિયા, હરેશભાઈ ગામ, વિશ્વરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application