તેહરાનમાં પેલેસ્ટાઇનના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા અને અને હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર શુકરને ઇઝરાયેલે મારી નાખતા યુદ્ધ વધુ ભડકે તેવી સ્થિતિ પેદા થઇ ગઈ છે,. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન ન જવાની સલાહ આપી છે. દરમિયાન, ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ દિલ્હીથી ઈઝરાયેલના પાટનગર તેલ અવીવની તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે.
એર ઈન્ડિયાએ ઓપરેશનલ કારણોને ટાંકીને રાજધાનીથી તેલ અવીવની તેની ફ્લાઇટ રદ કરી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, ઈઝરાયલમાં ચાલી રહેલા સંઘર્ષમાં વધી રહેલા તણાવને કારણે તેણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને હાલ માટે ફ્લાઈટ સસ્પેન્ડ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે. તેની વેબસાઈટ પર તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરતાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર તેણે 1 ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ એઆઈ139 અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ એઆઈ 140 રદ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને ફ્લાઇટમાં મુસાફરી માટે ક્ધફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી, પરંતુ યુદ્ધની આગ વધુ ભડકી રહી છે. તાજેતરમાં ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાને ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને મારી નાખ્યા હતા. જે બાદ યુદ્ધ વધુ વધી ગયું છે. આ પહેલા ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ જૂથે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધી પેલેસ્ટાઈનના હજારો લોકો માયર્િ ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.
ઈસ્માઈલ હાનિયા હમાસ ગ્રુપ્ના પ્રમુખ હતા, તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલાની સંપૂર્ણ યોજના બનાવી હતી. હમાસના લડવૈયાઓ હાનિયાના આદેશ પર કામ કરતા હતા. તેઓ 2006થી હમાસના સુપ્રીમ કમાન્ડર હતા. હાનિયાના મોત પર હમાસનું નિવેદન પણ સામે આવ્યું છે. આતંકી સંગઠને કહ્યું છે કે હાનિયાના મોતમાં ઈઝરાયેલનો હાથ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech