BREAKING NEWS

વેપારી સાથે ૧.૦૮ લાખની છેતરપીંડી મામલે અમદાવાદનો શખ્સ ઝડપાયો

  • October 08, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા વેપારીને બિટકોઈનમાં રોકાણ કરવાથી સારા પ્રોફિટની લાલચ આપી વિશ્વાસમાં લઈ રૂા. ૧.૦૮ લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. જે મામલે ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા ગુનાના કામે અમદાવાદના શખ્સની ધરપકડ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. જયારે ઉક્ત ગુનામાં અગાઉ એક શખસની ધરપકડ થવા પામી હતી.
 શહેરના સુભાષનગર વિસ્તારના વર્ષા સોસાયટ રોડ પર રહેતા દિપેશભાઈ લાલજીભાઈ સોલંકી (ઉ.વ.૩૦) એ ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને ટેલીગ્રામ તથા વોટ્સએપથી સંપર્ક કરી બીટકોઈ નમાં રોકાણ કરવાથી સારા પ્રોફ્ટિની લાલચ આપી આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઈને વેબસાઈટમાં એકાઉન્ટ બનાવી, ફરીયાદીને શરૂઆતમાં રૂા ૩૨,૫૦૦ રૂા નો નફો આપી વિશ્વાસ કેળવી, વધુ નાની લાલચ આપીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ૧,૦૮,૯૪,૭૪૬ ટ્રાન્સફર કરાવડાવી તેઓ સાથે કુલ રૂા.૧,૦૮,૬૨,૨૪૬ ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા હતો.  ગુનાના કામે સાયબર ક્રાઈમ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૩૧૬(૨), ૩૧૯(૨), ૩૧૮(૪), ૫૪ તથા આઈ.ટી. એકટ કલમ ૬૬(ડી) મુજબ મુજબનો ગુન્હો તા.૧૮-૦૬-૨૦૨૫ના રોજ નોંધાયો હતો.
ઉક્ત ગુનાના કામે સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી મહેશ ધરમશીભાઈ દેસાઈ (ઉ.વ.૩૦ રહે. ૫, વાલીનાથ સોસાયટી, કિર્તીદેવ સોસાયટી પાસે, ડિ કેબીન, સાબરમતી, અમદાવાદ)ને તા.૦૯/૧૦ના રોજ અટક કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે શખસના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
જ્યારે આ  કેસમાં અગાઉ જગદીશ પરશોત્તમદાસ પટેલ (ઉ. વ.૪૩ રહે. ફ્લેટ નં.બી-૧૦૩, શીવમ આર્કેડ ૨, હંસપુરા રીંગરોડ, બિઝનેસ હબની સામે, નરોડા દહેગામ રોડ, અમદાવાદ)ને અટક કરવામા આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application