ચૂંટણી પંચે રાજકીય પક્ષોને નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટસ અને તેના પ્લેટફોર્મનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષોએ તેમના ધ્યાન પર આવ્યાના ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી નકલી કન્ટેન્ટ દૂર કરવું જોઈએ. આ ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે રાજકીય પક્ષોને ચૂંટણી પચં દ્રારા જાહેર કરાયેલા નિર્દેશોનો એક ભાગ હતો.
તાજેતરમાં કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધી વગેરેના ડીપ ફેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને આ સંબંધમાં ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને માહિતીને ખોટી રીતે રજૂ કરવા અથવા ખોટી માહિતી ફેલાવતા 'ડીપફેક' બનાવવા માટે એઆઇના દુપયોગ સામે ચેતવણી પણ આપી છે. ચૂંટણી પંચે પોતાની નોટિસમાં ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવાની આવશ્યકતા અને જરિયાત પર ભાર મૂકયો હતો.
ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રાજકીય પક્ષોતેમના પ્રતિનિધિઓ દ્રારા અમુક ઉલ્લંઘનો અને હાલની કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને પંચે આ નોટિસ જાહેર કરી છે.ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષોએ આવું કોઈપણ કન્ટેન્ટ તેમના ધ્યાન પર આવ્યાના ત્રણ કલાકની અંદર તાત્કાલિક દૂર કરવું જોઈએ, તેમના પક્ષમાં જવાબદાર વ્યકિતને ચેતવણી આપવી જોઈએ, સંબંધિત પ્લેટફોમ્ર્સ પર ગેરકાયદેસર માહિતી અને નકલી યુઝર એકાઉન્ટની સૂચનાઓ આપવા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમ, ૨૦૨૧ ના નિયમ ૩ હેઠળ સતત મુદ્દાઓને ફરિયાદ અપીલ સમિતિ સુધી પહોંચાડવાના નિર્દેશ આપવામા આવ્યા છે.
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અણ રેડ્ડીની ધરપકડ કરી હતી. અણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા સેના નેશનલ કોર્ડિનેટર છે અને તેમના ચેરપર્સન સુપ્રિયા શ્રીનેત છે. પોલીસના સૂત્રોના અનુસાર, અણ રેડ્ડીનો રોલ વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવાનો છે. રેડ્ડીએ મોબાઈલથી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યેા હતો. પોલીસે તેમનો ફોન જ કરીને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech