BREAKING NEWS

વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતોઃ રાજકોટમાં પરિણીતા વિધર્મીની જાળમાં ફસાઈ

  • June 18, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી પરિણીતાને જૂનાગઢના વિધર્મી શખસે ફસાવી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં તેના ફોટા- વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત ગુનામાં મોરબીની એક યુવતીએ આ શખસની મદદગારી કરી હોવાની અને જુનાગઢ અમદાવાદના બે શખસોએ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે ગાળો અને ધમકી આપ્યાની હકીકત સાથે પરિણીતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.


દુષ્કર્મના આ બનાવ અંગે તાલુકા પોલીસે ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે જુનાગઢના અફઝલ કારાભાઇ સીડા, મોરબી વાવડી રોડ પર રહેતી અનિશા, અમદાવાદના રવિ ગોસાઈ અને જુનાગઢના વિજય ચુડાસમા સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાનો સંપર્ક સોશિયલ મિડીયા મારફત અફઝલ સાથે થયો હતો. તેણે જિદ્દી બોય નામની આઈડી બનાવી રાખી હતી. ચાર મહિના પહેલા બંનેનો પરિચય સોશિયલ મિડીયા મારફત થયા બાદ તેણીને મળવા માટે અફઝલ રાજકોટ આવ્યો હતો અને ગોંડલ રોડ પરની હોટેલમાં લઇ ગયો હતો. અહીં અનિશાએ અફઝલને મદદગારી કરી હતી.


તેણીને અફઝલે હોટેલના રૂમમાં લઇ જઇ બળજબરી આચરી લીધી હતી અને તે વખતે ફોટો અને વીડિયો લઇ લીધા હતાં.ત્યાર બાદ જો તેણી કોઈને વાત કરશે તો તેનું લગ્ન જીવન ખરાબ કરી નાંખવાની ધમકી દીધી હતી. આ પછી અફઝલ અને અનિશાએ અવાર-નવાર તેણીને બદનામ કરવા લાઇવ કરી હેરાન કરતાં આ મામલે તેણીએ પતિને જાણ કરતાં પોલીસમાં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચવા રવિ અને વિજય તેને ધમકી આપતાં હતાં.


દરમિયાન તેણીને ખબર પડી હતી કે જિદી બોય એ હિન્દુ નહીં પણ મુસ્લિમ છે અને તેનું નામ અફઝલ કારાભાઈ સીડા છે. ભોગ બનનાર યુવતિએ આ અંગે મિડીયા સમક્ષ વિગતો વર્ણવતા કહ્યું હતું કે, અફઝલે સાચી ઓળખ છુપાવી પોતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને મોરબીની અનીશાની મદદ લઇ હોટલમાં લઇ જઇ બળજબરી આચરી લઇ બ્લેકમેઇલ કરી હતી. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અફઝલ પહેલી વખત તેને ગોંડલ રોડની હોટેલમાં લઇ ગયો ત્યારે અનિશાએ રૂમમાં ધકેલી હતી. જિદી બોય એ મુસ્લિમ શખ્સ છે એવી તેણીને ખબર પડતાં તેણે સંબંધ તોડી નાંખતા અફઝલે વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી દઈ લગ્ન તોડી નાખવા દબાણ ચાલુ કર્યુ હતું. એ પછી અન્ય એક હોટેલમાં લઇ જઇને પણ બળજબરી આચરી હતી. સતત ધમકીઓ આપી સોશિયલ મિડીયા પર લાઈવ થઈને તે અને અનિશા હેરાન કરવા માંડતાં પોતે ડીપ્રેશનમાં આવી જતાં એસિડ પીવા પ્રયાસ કરતાં પતિએ જીવ બચાવી લીધો હતો. આ પછી પતિને સમગ્ર હકિકત જણાવતાં તેણીએ અરજી આપી હતી. આ અરજી પાછી ખેંચવા ધમકી અપાતી હતી. અંતે તાલુકા પીઆઈ એસ. આર. મેઘાણીની રાહબરીમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ પી.જી. આલએ વધુ તપાસ હાથ ધરી છે.


અફઝલ દરગાહે લઇ જતો અને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો હોવાનો મહિલાનો આક્ષેપ

દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર પરિણીતાએ મીડિયા સમક્ષ આ પ્રકરણને લઇ ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે, અફઝલ બળજબરીપૂર્વક તેને અલગ અલગ દરગાહ પર લઈ જતો હતો અને ત્યાં કોઈ તાંત્રિક વિધિના ભાગરૂપે દોરા બાંધતો હતો અને પાણી પીવડાવતો હતો. આ પ્રકારની પ્રવૃત્તિ કર્યા બાદ તે ધર્મ પરિવર્તન કરવા માટે પણ સતત ધમકીઓ આપતો હોવાનું ગંભીર આક્ષેપ પરણીતાએ કર્યો હતો. જોકે પરિણીતાએ ગઈકાલે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જે આક્ષેપો કર્યા છે તે ધર્મ પરિવર્તન બાબતે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application