BREAKING NEWS

જામનગરમાં બપોરના ગરમી શરૂ: તાપમાન ૧૭.૪ ડીગ્રી

  • February 05, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં હવે ધીરેધીરે ઠંડીમાં ઘટાડો થાય છે અને બપોરના ભાગમાં ગરમી શરૂ થઇ છે ત્યારે ગઇકાલે ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા વાતાવરણમાં થોડો બદલાવ આવ્યો હતો પરંતુ હજુ કેટલાક સમયથી મહતમ તાપમાન ૨૮ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે. જોકે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનું વધુ એક રાઉન્ડ આવશે. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૭.૪ ડીગ્રી, મહતમ તાપમાન ૨૮ ડીગ્રી, હવામા ભેજ ૬૭ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ચાર દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


હાલારનાં તાલુકા મથકો અને ગામડાઓમાં હાલ તો ચાર દિવસથી ઠંડીમાં રાહત છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ઓખા, જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર ધ્રોલ, જોડીયા, રાવલ, ફલા, સહિતનાં ગામોમાં પણ ૧૫ દિવસના ઠંડીના ચમકારા બાદ રાહત મળી છે. 


હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ત્રણ ચાર દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ છે. એટલે કે ૨૮ રહ્યા કરે છે ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. શિવરાત્રી એટલે કે લગભગ તા.૧૫ બાદ ઘટાડો થશે તેવી શકયતા છે. 


આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે પરંતુ હજુ મહતમ તાપમાન ૨૮ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે. હવે ધીરે ધીરે બપોરના ભાગે ગરમી શરૂ થવાની શકયતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application