ઉત્તર પ્રદેશના ઝાંસીમાં કાનપુર હાઈવે પર દિલ્હી જઈ રહેલ ટામેટાં લઈ જતી ટ્રક કાબૂ બહાર ગઈ હતી અને એક મહિલાને ટક્કર મારતાં પલટી ગઈ હતી. જેના કારણે ટ્રકમાં ભરેલા ટામેટાં રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. જે બાદ સ્થાનિક પોલીસ ધંધે લાગી ગઈ હતી.
પોલીસે મોડી રાત સુધી ટામેટાંના રક્ષણ માટે નાખ્યા ધામા
બેંગલુરુથી જતી ટ્રકમાં લગભગ 18 ટન ટામેટાં ભરેલા હતા. આ ટ્રકને અર્જુન નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો અને આ ટ્રકને બેંગ્લોરથી દિલ્હી લઈ જઈ રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગે ઝાંસી-કાનપુર હાઈવે પર સિપ્રી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક પહોંચતા જ ટ્રક કાબૂ બહાર જઈને પલટી ગયો અને ટ્રકમાં ભરેલા ટામેટાં રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. આ દરમિયાન સ્કૂટર પર સવાર એક મહિલાને ટ્રકે ટક્કર મારતાં ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયારે ટામેટાં વેરવિખેર થવાના સમાચાર મળતા જ, સિપરી બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નજીકના લોકો તેમના સુધી પહોંચે તે પહેલાં ટામેટાંને સલામત રીતે લઈ ગયા હતા. પોલીસે મોડી રાત સુધી ટામેટાંના રક્ષણ હેઠળ ધામા નાખ્યા હતા.
ટામેટા બેંગલુરુથી દિલ્હી આવી રહ્યા હતા
ટ્રક ડ્રાઈવર અર્જુને કહ્યું, 'તે બેંગલુરુથી દિલ્હી જઈ રહ્યો હતો. આ ટ્રકમાં ટામેટાં ભરેલા હતા. અચાનક એક ગાય ટ્રકની સામે આવી હતી, જેના કારણે ટ્રક કાબૂ બહાર આવી ગયો અને પલટી ગયો હતો. આમાં કોઈને ઈજા થઈ નથી. હેલ્પરને સામાન્ય ઈજાઓ થઈ હતી.
શા માટે ટામેટાના ભાવ આસમાને છે?
દિલ્હી અને આસપાસના રાજ્યોમાં આ દિવસોમાં ટામેટાના ભાવ આસમાને છે. રિટેલમાં ટામેટાના ભાવ 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે. ત્યારે ઓછા પુરવઠાને કારણે ટામેટાંના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણકારોના મતે જ્યાં સુધી ટામેટાંનો નવો પાક બજારમાં નહીં આવે ત્યાં સુધી ભાવ યથાવત્ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝેલેન્સકી અને પુતિન વચ્ચે સંતાકુકડી, યુદ્ધ સમાપ્તિ માટે કોઈ ગંભીર નહી
May 16, 2025 10:42 AMતુર્કીની કંપનીને ભારતીય એરપોર્ટ પર સંવેદનશીલ કામ સોંપવામાં આવી રહ્યું હોવાના ઈનપુટ હતા
May 16, 2025 10:41 AMઆઇપીએલ પ્લેઓફ પહેલા દ. આફ્રિકાના 8 ખેલાડીઓ પોતાના દેશ પરત ફરશે
May 16, 2025 10:39 AMભારતની ઇંધણની માંગ 3.39 ટકા વધીને રોજની 5.74 મિલિયન બેરલ થવાનો અંદાજ
May 16, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech