કેન્દ્ર સરકાર દ્રારા આગામી સમયમાં નવા સીમાંકન અને 'નારી શકિત વંદન અધિનિયમ–૨૦૨૩' (મહિલા અનામત) લાગુ કરવાની દિશામાં ગતિશીલ કાર્યવાહી શ કરવામાં આવી છે. આ બે મોટા નિર્ણયોની સીધી અસર ગુજરાતના રાજકીય માળખા પર પડશે. જો આ વ્યવસ્થા અમલમાં આવશે, તો ગુજરાત વિધાનસભામાં બેઠકોની સંખ્યામાં અડધી સદી બાદ મોટો ઉછાળો જોવા મળશે પરિણામે રાયનો રાજકીય નકશો સંપૂર્ણપણે બદલાઈ જશે. રાજકીય નિષ્ણાંતો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા સીમાંકન બાદ ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંનેના કદમાં વધારો થશે જેમા લોકસભાની હાલની ૨૬ બેઠકો વધીને ૩૯ થવાની શકયતા છે (૧૩ નવી બેઠકોનો ઉમેરો) થઈ શકે છે
જયારે વિધાનસભામા હાલની ૧૮૨ બેઠકોનો આંકડો વધીને ૨૭૩ સુધી પહોંચી શકે છે (૯૦ નવી બેઠકોનો ઉમેરો) થઈ શકે છે.
રાયસભામા બેઠકોની સંખ્યા જે હાલમાં ૧૧ છે, તેમાં પણ આગામી સમયમાં નોંધપાત્ર વધારો થશે.
મહિલા અનામત અધિનિયમ મુજબ, લોકસભા અને વિધાનસભામાં ૩૩% (૧૩) બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ ગણતરી મુજબ ગુજરાતમાં લોકસભાની ૧૩ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
વિધાનસભાની ૯૧ બેઠકો પર મહિલા પ્રતિનિધિઓ ચૂંટાશે.
આ ફેરફારને કારણે વર્ષેાથી સ્થાપિત થયેલા જ્ઞાતિગત અને ભૌગોલિક ગણિતો ખોરવાઈ જશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં બેઠકોના સીમાંકનમાં સૌથી મોટા ફેરફારો જોવા મળી શકે છે.
ગુજરાત વિધાનસભાના ઇતિહાસ પર નજર કરીએ તો, છેલ્લ ે ૧૯૭૫માં બેઠકોની સંખ્યા ૧૮૨ નિર્ધારિત કરવામાં આવી હતી. તે પહેલા ૧૯૬૦માં ૧૩૨, ૧૯૬૨માં ૧૫૪ અને ૧૯૬૭માં ૧૬૮ બેઠકો હતી. હવે લગભગ ૫૦ વર્ષ બાદ બેઠકોની સંખ્યામાં આટલો મોટો વધારો થવા જઈ રહ્યો છે. નવા સીમાંકનના કારણે કેટલીક જૂની અને પરંપરાગત બેઠકો રદ થઈ શકે છે, યારે અનેક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ સ્થિતિમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા તમામ રાજકીય પક્ષોએ પોતાની જૂની રણનીતિઓ ત્યાગવી પડશે. ઉમેદવારોની પસંદગી, જ્ઞાતિ સમીકરણો અને ભૌગોલિક પ્રભુત્વના આધારે હવે નવેસરથી સંગઠનનું માળખું તૈયાર કરવું અનિવાર્ય બનશે