મેટોડામાં રહેતો શખસ 13 વર્ષની તરૂણીને આગ્રા લઇ ગયા બાદ હોટલમાં દુષ્કર્મ આચર્યું

  • September 28, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ભાગોળે કાલાવાડ રોડ પર મેટોડા પાસે રહેતી 13 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી આગ્રા લઇ જઇને હોટેલમાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ મેટોડા જીઆડીસી પોલીસે સ્ટેશનમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે પોકસો સહિતનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિષેશ તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મેટોડા પાસે રહેતી 13 વર્ષની તરૂણીના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે મેટોડા જીઆઇડીસીમાં રહેતો ઉમંગ મોઢવાડીયાનું નામ આપ્યું હતું.
તરૂણીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 13 વર્ષની પુત્રીને આરોપી ઉમંગે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ગયો હતો. બનાવને પગલે તેના પિતાએ ફરિયાદ કરી હતી. જેમાં પીઆઇ શમર્િ સહિતે તપાસ કરી હતી. દરમિયાન સગીરા મળી આવતા તેની પૂછતાછ કરતા ઉમંગએ તેને લગ્નની લાલચ આપી આગ્રા લઇ ગયો હતો અને ત્યા હોટેલમાં લઇ જઇને રાત્રીના તેના વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવતા પોલીસે તરૂણીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ સામે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરશે.આ અંગે પોલીસે વિષેશ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application