ચોખાની રાજનીતિ પછી ભારતની ડુંગળીની રાજનીતિ

  • April 10, 2024 03:54 PM 

ભારત સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકીને વિશ્વના દેશોને નમાવી દેતી વ્યૂહરચના અપનાવી હતી એવી જ હવે ડુંગળી માટે અપનાવી રહી છે. ચોખાની રાજનીતિ પછી ડુંગળીની રાજનીતિ આંતરરાષ્ટ્રીય સ્તરે આપનાવી રહી છે. ભારત સરકારે લાંબા સમયી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં સંયુક્ત આરબ અમીરાત જેવા કેટલાક દેશો છે, જ્યાં સરકારની પરવાનગીી ડુંગળી મોકલવામાં આવી રહી છે. હાલમાં વૈશ્વિક સ્તરે ડુંગળીના ભાવમાં વધારો યો છે, પરંતુ ભારતમાંથી આવા દેશોમાં સસ્તા ભાવે ડુંગળી સપ્લાય કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓમાં નારાજગી છે. નિકાસકારોનું કહેવું છે કે ભારતીય ખેડૂતોને એક કિલો ડુંગળી માટે ૧૨ થી  ૧૫ રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ જ્યારે તે જ ડુંગળી સંયુક્ત પહોંચે છે ત્યારે તેની કિંમત ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઈ જાય છે. સવાલ એ છે કે જ્યારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે તો પછી સરકાર પસંદગીના દેશોને ડુંગળી કેમ વેચી રહી છે? શું ભારત સરકાર હવે કૂટનીતિ માટે ડુંગળીનો ઉપયોગ કરી રહી છે? જ્યારી ભારત સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો. નાસિકના લાસલગાંવ, નંદગાંવ, પિંપલગાંવ અને ઉમરાણેમાં આ વિરોધ પ્રદર્શનો યા હતા. આ વિસ્તાર ભારતમાં ડુંગળીના ઉત્પાદનનું કેન્દ્ર છે. ડુંગળી રાજકીય રીતે સંવેદનશીલ પાક છે. ડુંગળીના ભાવ સમયાંતરે ચૂંટણીનો મહત્વનો મુદ્દો બન્યો છે. ચૂંટણી પર ડુંગળીની સૌી સીધી અસર કદાચ ૧૯૯૮માં જોવા મળી હતી. એવું માનવામાં આવતું હતું કે તે વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હારમાં ડુંગળીના ઊંચા ભાવની ભૂમિકા હતી. દેશમાં ડુંગળીની અછતના ડરી સરકારે ડિસેમ્બરમાં તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને સરકારે આ પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો. જો કે, ભારત સરકાર રાજદ્વારી માધ્યમો દ્વારા ડુંગળીની માંગ સ્વીકારી રહી છે. ૧ માર્ચે કેન્દ્ર સરકારે સંયુક્ત આરબ અમીરાતમાં ૧૪,૪૦૦ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. આ સો સરકારે એવી શરત મૂકી હતી કે આ નિકાસ ત્રણ મહિનામાં ૩૬૦૦ મેટ્રિક ટની વધુ ન ઈ શકે. ગયા મહિને ૩૦૦૦ ટની વધુ ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય વાણિજ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે સંયુક્ત આરબ અમીરાતને ૧૦ હજાર મેટ્રિક ટન ડુંગળી માટે અલગી મંજૂરી આપી છે. નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં, યુએઈ સિવાય અન્ય ઘણા દેશોમાં ડુંગળી વેચાઈ રહી હોવાના અહેવાલો છે. ભારતે બાંગ્લાદેશને ૫૦,૦૦૦ ટન ડુંગળી, ૫૫૦ ટન ભૂટાન, ૩,૦૦૦ ટન બહેરીન અને ૧,૨૦૦ ટન મોરેશિયસને નિકાસ કરવાની મંજૂરી આપી છે. સામાન્ય રીતે વૈશ્વિક બજારમાં ડુંગળીના ભાવ ૩૦ થી ૩૫ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહે છે. જો કે, તાજેતરના મહિનાઓમાં, યુએઈ જેવા મોટા બજારોમાં ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ ભાવમાં વધારો એટલા માટે યો છે કારણ કે ભારત, પાકિસ્તાન અને ઇજિપ્તે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં ૫૦૦ થી ૫૫૦ ડોલર પ્રતિ ટનના ભાવે ડુંગળી યુએઈ મોકલવામાં આવી છે. યુએઈના આયાતકારોએ ભારતમાંથી ડુંગળી ખરીદીને ૩૦૦ કરોડ રૂપિયાી વધુનો નફો કર્યો છે.એક અંદાજ મુજબ ૧૦ હજાર મેટ્રિક ટન ડુંગળી યુએઈ જશે તો આયાતકારોને લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ફાયદો શે. ડુંગળીની આ નિકાસ ફક્ત સરકારી માલિકીની નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ખાનગી કંપનીઓ દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી રહી ની, પરંતુ એક સરકાર બીજી સરકારને નિકાસ કરી રહી છે. આ પ્રક્રિયામાં ડુંગળીની આયાત કરતી સરકાર આયાતકારો માટે ક્વોટા નક્કી કરે છે.એવું માનવામાં આવે છે કે યુએઈ તરફી ડુંગળીની ખરીદીમાં ખાનગી કંપનીઓ સામેલ છે, જ્યારે સરકારી એજન્સીઓ તેનાી દૂર રહી રહી હોવાનું જણાય છે. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડને મોકલવામાં આવેલા ઈમેલમાં એસોસિએશને ચિંતા વ્યક્ત કરી છે કે વિદેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો કરતા ઓછા ભાવે ડુંગળી વેચાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application