જામનગર માં “ધ આઈ. સી. એ. આઈ. હારમની લીગ” ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન

  • May 09, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ની સંસ્થા દ્વારા “ધ આઈ. સી. એ. આઈ. હારમની લીગ” (ક્રિકેટ ટૂર્નામેંટ) તારીખ:- ૧૦-૦૫-૨૦૨૪ થી ૧૨-૦૫-૨૦૨૪ ના રોજ જામનગર સ્થિત સુમેર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉંડ પર આયોજન કરવામાં આવેલ. જેમાં જામનગર સ્થિત સરકારી, અર્ધ સરકારી, સંસ્થાઓ અને એસ્સોશીએશન ની અંદાજે ૧૨ ટિમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ડિજિટલ ટેક્નોલોજી અવેરનેસ ના ભાગ રૂપે આયોજિત કરેલ, જેમાં આ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે જામનગર બ્રાન્ચના ચેરમેન સીએ પ્રિતેશ મહેતા, વાઇસ ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, સેક્રેટરી સીએ મહમદ સફી કુરેશી, ખજાનચી સીએ જયદીપ રાયમંગિયા, અને ઈમિજીએટ પાસ્ટ ચેરમેન સીએ. પ્રતિક ચાંદ્રા તથા સંયોજકો તરીકે  સીએ અંકુર દોશી, સીએ હેમલ મહેતા, સીએ પાર્શ્વ મહેતા, સીએ આદિત્ય ત્રિવેદી તથા અન્ય સીએ અને સીએ ના વિધ્યાર્થીઓ સ્વયંસેવકો સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application