સલમાનના ઘરે ફાયરિંગ કરનાર શૂટર્સના નિશાન પર વધુ 2 અભિનેતા પણ હતા
મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા શૂટર્સની પૂછપરછ હજુ પણ ચાલુ છે. બિહારના રહેવાસી શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને જ્યાં સુધી શસ્ત્રો અને ગોળીઓ પનવેલમાં તેમના ભાડાના મકાનમાં પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી ક્યાંથી ફાયરિંગ કરવું તે કહેવામાં આવ્યું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે આરોપીએ પોલીસને જણાવ્યું કે માત્ર એક્ટર સલમાન ખાન જ નહીં પરંતુ અન્ય ફિલ્મ સ્ટાર્સ પણ તેમના રડાર પર છે. પોલીસને જાણવા મળ્યું છે કે, બિશ્નોઈ ગેંગના ઈશારે આરોપીઓએ માત્ર સલમાન જ નહીં પરંતુ અન્ય બે કલાકારોના ઘરની પણ રેકી કરી હતી.
બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલના ગોળીબારની ઘટનાના 48 કલાકની અંદર જ બંનેની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં ચોથી વખત હાજર થયા બાદ શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને 27 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી કે, સાગર પાલ અને વિકી ગુપ્તાને શૂટિંગનું કામ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ આપ્યું હતું પરંતુ તેઓને તેની જાણ નહોતી. પરંતુ હથિયારોની ડિલિવરી બાદ તેઓએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કરવો પડ્યો હતો.
આ બંનેને અંકિત નામના વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં ભરતી કર્યા હતા. સાગર પાલ અને અંકિત સાથે ક્રિકેટ રમતા હતા તેથી તેઓ મિત્રો બની ગયા હતા. અંકિતે જ સાગર પાલને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો. અસાઇનમેન્ટ મળ્યા બાદ અંકિતને એક ગેંગની જરૂર હતી. આ પછી વિકી ગુપ્તાને પણ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. અંકિતે સાગર પાલ અને વિકી ગુપ્તાને ટાસ્ક પૂર્ણ કરવા માટે મુંબઈ જવા કહ્યું અને બદલામાં સારી રકમનું વચન આપ્યું. તેને 30,000 રૂપિયા આપવામાં આવ્યા અને મુંબઈના પનવેલ વિસ્તારમાં ભાડા પર ઘર શોધવાનું કહ્યું. સલમાન ખાનનું ફાર્મ હાઉસ પનવેલ વિસ્તારમાં જ છે.
કોણ છે એ બે કલાકારો?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, પૂછપરછ દરમિયાન ચૌધરીએ અમને જણાવ્યું કે તેને મુંબઈમાં રહેતા સલમાન ખાન અને અન્ય બે કલાકારોના ઘરનો વીડિયો લેવાનું કહેવામાં આવ્યું હતું. તેના મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે અને અમે તેને પુનઃપ્રાપ્ત કરવા માટે ટેકનિકલ મદદ લઈ રહ્યા છીએ. આ તેમના દાવાઓને સાબિત કરવામાં મદદ કરી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર ચૌધરી બિશ્નોઈ ગેંગ સાથે પાંચ-છ વર્ષથી વધુ સમયથી સંકળાયેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ચૌધરી અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોદારા સાથે સીધો સંપર્કમાં હતો અને તેમની સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. અધિકારીએ કહ્યું, અમે આશા રાખીએ છીએ કે ચૌધરીની પૂછપરછથી અમને બિશ્નોઈ ગેંગ વિશે વધુ માહિતી મળશે અને તેઓ શહેરમાં કેટલા સક્રિય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech