સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે. બુથ પ્રમુખથી પ્રદેશ અને રાષ્ટ્ર્રીય હોદેદારોની જવાબદારી આપવાનું પાર્ટીએ શરૂ કરતા ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ બનવા પહેલા દાવેદારી નોંધાવ્યા બાદ પાર્ટીએ જવાબદારી સોંપતા જવાબદારીમાંથી મુકત કરવા પ્રદેશ ભાજપના પ્રમુખ પાસે માગણી કરતા સમગ્ર શહેરમાં આ પ્રશ્ન ટોક ઓફ ટાઉન બન્યો છે.
ભારતીય જનતા પાટીૃ દ્રારા ગુજરાતના વિવિધ શહેરમાં ભયમુકત અને ભ્રષ્ટ્રાચાર મુકત શાસન આવે. દેશમાં યુવાનો રાજકીય પ્રવાહમાં જોડય તે માટે પાર્ટી દ્રારા પ્રમુખપદ જેવી મહત્વની જવાબદારી માટે મહતમ ૪૦ વર્ષની વય કાર્યકર્તાઓ માટે નકકી કરેલ. આ નિયમથી રાજયમાં મોટાભાગના યુવાનોમાં ખુશી જોવા મળી હતી. જયારે પીઢ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. જયારે પીઢ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી પણ પાર્ટીએ નારાજગીની નોંધ લીધા વગર યુવાનો માટે માર્ગ મોકળો કરતા આવનારા દિવસોમાં અનેક શહેર મહાનગરોમાં શિક્ષિત યુવાનો પાર્ટીની વિવિધ જવાબદારી સોંપાશે તેવું પાર્ટીએ હાલ સંગઠન પર્વ અંતર્ગત યુવાનોને જવાબદારી સોંપી દીધી છે, પણ ઉપલેટા શહેરમાં આજ ઉલટી ગંગા જોવા મળી છે. હાલ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય હોદા માટે લાંબી લાઇન જોવા મળે છે ત્યારે ઉપલેટા શહેર ભાજપના પ્રમુખે ૨૪ કલાકમાં જ જવાબદારીમાંથી મુકત કરવા પ્રદેશ ભાજપના પ્રમુખને પત્ર લખી જણાવેલ છે.
થોડાક સમય પહેલા રાજકોટ શહેરમાં પ્રમુખ બનવા માટે એક કાર્યકર્તાએ જન્મ તારીખમાં ચેક ચાક કરી પોતાનું સ્વપ્ન પુરુ કરવા પ્રયહસ કર્યેા હતો ત્યારે ઉપલેટા શહેરમાં પ્રમુખ બનવા માટે સાત જેટલા પાર્ટીના કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. દાવેદારી બાદ કાર્યકર્તાઓએ પોત પોતાની રીતે પ્રમુખપદ હાંસલ કરવા લોબીંગ ચાલુ કયુ હતું. સાત દાવેદારોમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રતિક વોરાએ પણ દાવેદારી કરતા બે દિવસ પહેલા પાર્ટી દ્રારા વિવિધ મંડળોના પ્રમુખની જવાબદારી સોંપતા તેમાં ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ તરીકે પ્રતિક વોરાના નામની જાહેરાત કરી હતી. પાર્ટી દ્રારા જાહેરાત બાદ ૨૪ કલાકમાં એવું તો શું બન્યું કે પ્રતિક વોરા પ્રમુખપદની જવાબદારી સંભાળીને તે પહેલા જ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને એક પત્ર લખી ઉપલેટા શહેર ભાજપના પ્રમુખપદની જવાબદારીમાંથી મુકત કરવા માગણી કરેલ છે. પ્રતીક વોરાએ પત્રમાં જણાવેલ કે વ્યવસાય અને પારિવારિક કારણોસર આ જવાબદારીમાંથી મુકત કરવા માગણી કરેલ છે ત્યારે શહેરમાં પ્રબુધ્ધ નાગરિકો અને શહેરીજનોમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે શું પ્રતિક વોરાએ ૪ દિવસ પહેલા દાવેદારી કરી ત્યારે તેને પરિવાર કે વ્યવસાયની ખબર નહોતી અથવા ખબર હતી તો શું ભાજપને ગુમરાહ કરવા પ્રમુખપદની માગણી કરેલ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech