રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં (આરએસએસ)ના વડા મોહન ભાગવતના નિવેદન બાદ હિંદુ સમુદાયમાં જ તેમનો વિરોધ થવા લાગ્યો છે. મોહન ભાગવતે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કેટલાક લોકો મંદિરો અને મસ્જિદોને લગતા મુદ્દા ઉઠાવે છે જેથી કરીને તેઓ પોતે હિન્દુઓના મોટા નેતા તરીકે ઉભરી શકે.તેમના આ વિધાન સામે સંતોએ જ અસહમતી દર્શાવી છે.આ મુદે જગતગુ રામભદ્રાચાર્યએ કહ્યું કે આ તેમનું અંગત નિવેદન હોઈ શકે છે, તેઓ સંઘના નિર્દેશક હોઈ શકે છે હિંદુ ધર્મના નહીં. રામભદ્રાચાર્યના નિવેદન બાદ મોહન ભાગવતના નિવેદનનો અન્ય કેટલાક સંતોએ વિરોધ કર્યેા છે. હવે તેમના નિવેદન પર અખિલ ભારતીય સતં સમિતિ તરફથી એક ટિપ્પણી આવી છે
મોહન ભાગવત નિવેદન બાદ ભેરવાયા
આ પહેલીવાર છે યારે મોહન ભાગવતને તેમના જ સમુદાયમાંથી મોટા મતભેદનો સામનો કરવો પડો છે. આની પાછળ તેમનું એક નિવેદન છે, જેમાં તેઓ કહે છે, 'કેટલાક લોકો મંદિર–મસ્જિદ સંબંધિત મુદ્દો ઉઠાવે છે જેથી કરીને તેઓ પોતાને હિન્દુઓના નેતા તરીકે સ્થાપિત કરી શકે. ખાસ કરીને રામ મંદિરના સંદર્ભમાં આવી બાબતો વધુ જોવા મળી રહી છે. ભાગવતના આ નિવેદન પર મીડિયા સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું, 'તેમનું આ નિવેદન વ્યકિતગત હોઈ શકે છે, તેની સાથે અમારી કોઈ લેવાદેવા નથી, કારણ કે તે અમારા અનુશાસનવાદી નથી. તે સંઘના ડિરેકટર હોઈ શકે, હિન્દુ ધર્મના નહીં. તેમણે વધુમાં કહ્યું, 'અમાં ધ્યાન હંમેશા ધર્મની અનુશાસન અને સત્યતા પર હોય છે. યાં પણ હિન્દુ ધર્મના પ્રમાણિત સ્થાનો હશે ત્યાં હાજર રહીશું. યાં પણ પ્રાચીન મંદિરોના પુરાવા છે, અમે તેને પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. આ આપણા માટે નવી કલ્પના નથી, પરંતુ સત્યના પાયા પર આપણી સંસ્કૃતિ અને ધર્મની જાળવણી છે.
આરએસએસ નિર્ણય લઈ શકે નહીં
અખિલ ભારતીય સતં સમિતિ ના જનરલ સેક્રેટરી સ્વામી જિતેન્દ્રનદં સરસ્વતીએ કહ્યું કે આવી ધાર્મિક બાબતોનો નિર્ણય સંઘને બદલે 'ધર્મચાર્યેા' (ધાર્મિક નેતાઓ)એ કરવો જોઈએ. સરસ્વતીએ કહ્યું, 'યારે ધર્મનો મુદ્દો ઊભો થાય ત્યારે ધાર્મિક ગુઓએ નિર્ણય લેવાનો હોય છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તે સઘં અને વીએચપીએ સ્વીકારવો પડશે .' તેમણે કહ્યું કે ભૂતકાળમાં ભાગવતની સમાન ટિપ્પણીઓ હોવા છતાં, ૫૬ નવી સાઇટસ પર મંદિરની રચનાઓ ઓળખવામાં આવી છે, જે આ વિવાદોમાં સતત રસને દર્શાવે છે. તેમણે કહ્યું કે ધાર્મિક સંગઠનો મોટાભાગે રાજકીય એજન્ડાને બદલે જનતાની લાગણીઓના જવાબમાં કાર્ય કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech