'ચા પર ચર્ચા’ બાદ હવે 'ટિફિન પર ચર્ચા',ભાજપનો નવો એક્શન પ્લાન

  • June 02, 2023 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ દ્વારા એ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વિશાળ જાહેર સભાથી શરૂ થયેલું આ અભિયાન જૂન મહિનો પૂરો થવા સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં મોદી સરકારની 9 વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરશે. તેમજ આ અભિયાન દ્વારા એવા લોકોને પણ યોજનાઓ સાથે જોડવામાં આવશે જેઓ કોઈ કારણસર વંચિત રહી ગયા છે.



આ અભિયાનમાં કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. જેથી નારાજ કાર્યકરો અને નેતાઓને મનાવીને ફરીથી સક્રિય કરી શકાય અને ચૂંટણીમાં ટાણે કોઈ વિવાદ ન સર્જાય. આ નવતર પ્રયોગને ‘ટિફિન મીટિંગ’ એટલે કે ટિફિન પર ચર્ચા નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઉદ્ધાટન બાદ ભાજપના દરેક ધારાસભ્ય અને સાંસદને આ ટિફિન બેઠકો યોજવા સૂચના આપવામાં આવી છે.


રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, તરુણ ચુગ અને વિનોદ તાવડેને આ અભિયાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ બેઠકો વિધાનસભા કક્ષાએ યોજાશે. જેમાં ધારાસભ્યો, સામાજિક કાર્યકરો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પૂર્વ કાર્યકરો, પદાધિકારીઓ, કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે.

આ મીટીંગમાં હાજર લોકોએ પોતપોતાના ઘરેથી ટિફીન લાવવાનું રહેશે અને દરેક વ્યક્તિ સાથે મળીને ભોજન કરશે અને ચર્ચા કરશે. આ દરમિયાન ફરિયાદો દૂર કરવામાં આવશે અને ધારાસભ્યો, સાંસદો તેમની સિદ્ધિઓ દરેકની સામે રજૂ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application