કોડીનાર પંથકમાં ભેળસેળયુકત દેશી ઘીની હેરાફેરી: ઉનાના વેપારી સહિત બે સામે તપાસ
કોડીનાર પંથકમાં ભેળસેળયુકત દેશી ઘીની હેરાફેરી: ઉનાના વેપારી સહિત બે સામે તપાસ
March 30, 2026 11:55 AM
કોડીનાર પંથકમાં ભેળસેળયુકત દેશી ઘીની હેરાફેરી: ઉનાના વેપારી સહિત બે સામે તપાસ કોડીનાર પોલીસે બાતમીના આધારે ૨૧,૦૦૦ની કિંમતનું ભેળસેળયુકત ઘીની હેરાફેરી કરતું વાહન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે એ.એસ.આઈ. પી.જે. વાઢેર અને પી.એચ. રાયજાદા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ઉનાથી કોડીનાર તરફ આવતી એક બોલેરો પીકઅપમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં શંકાસ્પદ ઘીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે જીજે–૧૧ઝેડ–૩૦૫૦ નંબરની બોલેરો ગાડી અટકાવી તપાસ કરતા તેમાંથી ૧૫ કિલોના ૦૭ નગં ઘીના ડબ્બા મળી આવ્યા હતા. આ જથ્થો શંકાસ્પદ જણાતા તુરતં ફુડ સેટી ઓફિસર (એફએસઓ) ગીર સોમનાથને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફડ ઓફિસર દ્રારા તપાસ બાદ અંદાજે ૧૦૫ કિલોગ્રામ (કિંમત રૂા. ૨૧,૦૦૦–) બિનઆરોગ્યપ્રદ ઘીના નમૂના લઈ જથ્થો જ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘીનો જથ્થો ઉનાના શ્રીજી કિરાણા સ્ટોર ના માલિક મહેશભાઈ મનસુખભાઈ ગોરખીયા દ્રારા મોકલવામાં આવ્યો હતો અને આ ડબ્બા ભરી આપનાર સમીરભાઈ સતારભાઈ સુમરા (રહે. ઉના) હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બંને ઈસમો વિદ્ધ તપાસની કાર્યવાહી હાથ ધરી છે