ગુજરાતના એક જિલ્લામાં તાજેતરમાં ચકચારી બનેલા જમીન પ્રકરણમાં કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ બાદ હવે એક એડિશનલ કલેકટર વિદ્ધ પણ ગાળિયો કસાતો જોવા મળી રહ્યો છે. આ કૌભાંડમાં પડદા પાછળ મુખ્ય ભૂમિકા ભજવનારા આ અધિકારીની રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી. એન્ટી કરપ્શન બ્યુરોની ઐંડી તપાસ દરમિયાન આ અધિકારી વિદ્ધ ચતુરાઈપૂર્વક આચરેલા ભ્રષ્ટ્રાચારના સડ પુરાવા હાથ લાગ્યા છે. એસીબી દ્રારા તેમનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે. આ સંજોગોમાં તેમની ગમે ત્યારે ધરપકડ થવાની પૂરેપૂરી શકયતા છે, જેને પગલે રાયના મહેસૂલી વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ અને ચર્ચા વ્યાપી ગયા છે