ઉપવાસ દરમિયાન ઊર્જા જાળવી રાખવા માટે આહારમાં એડ કરો આ હેલ્થી ફૂડસ

  • October 04, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે, આ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન શરીર ડિટોક્સ થાય છે, જેના કારણે શરીરને તાજગી મળે છે. જો કે, નવરાત્રિના ઉપવાસ દરમિયાન યોગ્ય આહારનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી શરીરમાં ઊર્જાની કમી ન થાય. ઘણીવાર લોકો ઉપવાસના નામે તળેલા અને વધુ કેલરીવાળા ખોરાક લે છે, જેના કારણે તેઓ થાક અને નબળાઈ અનુભવવા લાગે છે. ત્યારે જો તમે તમારા ઉપવાસ દરમિયાન આરોગ્યપ્રદ ખોરાક પસંદ કરો છો, તો ન માત્ર પોષણ મળશે પરંતુ ઉપવાસ દરમિયાન ઉર્જાવાન પણ રહેશો.


સાબુદાણા

નવરાત્રિ દરમિયાન સાબુદાણા સૌથી વધુ વપરાતી વસ્તુ છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરને એનર્જી પ્રદાન કરે છે. ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી કે સાબુદાણા વડા બંને ખાઈ શકાય છે. સાબુદાણામાં જોવા મળતા પોષક તત્વો મેટાબોલિઝમને પણ વધારે છે અને થાક ઓછો કરે છે.


મખાના

મખાના એ બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે જે ઉપવાસ દરમિયાન ઊર્જા આપશે. મખાનામાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મખાનાનું સેવન શેકીને અથવા ખીરના સ્વરૂપમાં કરી શકો છો.


નાળિયેર પાણી

નાળિયેર પાણી હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં સંતુલન જાળવી રાખે છે અને ડિહાઇડ્રેશનને અટકાવે છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી ઉપવાસ દરમિયાન પણ તાજગી અનુભવશો અને તેનાથી એનર્જી લેવલ પણ વધશે.



આ સિવાય નવરાત્રિ દરમિયાન તાજા ફળો અને સૂકા ફળોનું સેવન કરવું પણ ફાયદાકારક છે. ફળોમાં વિટામિન્સ અને મિનરલ્સની સાથે નેચરલ શુગર હોય છે, જે ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ સાથે બદામ, અખરોટ અને ખજૂર જેવા ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે તમને દિવસભરના થાકથી બચાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application