અભિનેત્રી ઝીનત અમાનને જીનેટિક પ્રોબ્લેમ હતો એટલે આખં ત્રાંસી હતી
અભિનેત્રી ઝીનત અમાનને જીનેટિક પ્રોબ્લેમ હતો એટલે આખં ત્રાંસી હતી
July 03, 2026 02:55 PM
બોલિવૂડના ભૂતકાળના સમયના જાણીતા અભિનેતા સંજય ખાન અને દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાનના સંબંધો તેમજ લની અફવાઓ વર્ષેાથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય રહી છે. વર્ષ ૧૯૭૮ના સમયમાં એવી વાતો વહેતી થઈ હતી કે સંજય ખાને ઝીનત અમાન સાથે હોટલમાં ખૂબ જ મારપીટ કરી હતી, જેના કારણે અભિનેત્રીની આંખમાં ગંભીર ઈજા થઈ હતી અને તેમની આખં ત્રાંસી થઈ ગઈ હતી. હવે આ વર્ષેા જૂના વિવાદ પર સંજય ખાનની દીકરી ફરાહ ખાન અલીએ એક ઇન્ટરવ્યુમાં મૌન તોડું છે અને સોશિયલ મીડિયા પર ચાલતી આ વાર્તાઓને તદ્દન બકવાસ અને ખોટી ગણાવી છે. ફરાહ ખાન અલીએ જણાવ્યું કે, ''યારે આ બધું બન્યું ત્યારે હત્પં માત્ર ૯–૧૦ વર્ષની હતી, તેથી મને વધુ યાદ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર મારા પિતા દ્રારા ઝીનત અમાનને માર મારવાની અને આંખમાં ઈજા પહોંચાડવાની જે વાર્તાઓ વારંવાર સામે આવે છે તે બિલકુલ ખોટી છે. મારા પિતાએ કયારેય મારી માતા કે પોતાની કોઈ દીકરી પર હાથ નથી ઉપાડો. તેઓ કોઈ મહિલા પર હાથ ઉપાડે તેવા હિંસક વ્યકિત નથી. મારી માતાએ મને પોતે જણાવ્યું હતું કે ઝીનત અમાનની માતાને આંખોની બીમારી હતી અને તેમની એક આખં નાની પણ હતી. તેથી, ઝીનતજીની આંખમાં જે સમસ્યા હતી તે આનુવંશિક હતી, નહીં કે કોઈના મારવાને કારણે. મારા પિતાએ કયારેય તેમના પર હાથ નથી ઉપાડો. ઇન્ટરવ્યુમાં ફરાહે કન્ફર્મ કયુ હતું કે તે સમયે સંજય ખાન અને ઝીનત અમાને મુસ્લિમ રીતિ–રિવાજ મુજબ લ કર્યા હતા અને બાદમાં મુસ્લિમ પદ્ધતિથી જ તેમના છૂટાછેડા પણ થયા હતા. આ અફેરના કારણે ફરાહના માતા–પિતા (સંજય ખાન અને ઝરીન ખાન) ના લજીવનમાં ભારે વળાંક આવ્યો હતો અને તેમની માતા પોતાના પુત્ર ઝાયેદ ખાનના જન્મ બાદ બાળકોને મૂકીને ઘર છોડીને ચાલ્યા ગયા હતા, જોકે બાદમાં તેઓ પરત ફર્યા હતા અને પિતાને માફ કરીને જિંદગીમાં આગળ વધી ગયા હતા.