હું બુઢો થવાનો નથી, એટલે કિરદાર સરસ નિભાવી લઈશ

  • July 19, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિગ્ગજ એક્ટર સંજીવ કુમારે કરી હતી પોતાના જ મૃત્યુની ભવિષ્યવાણી
સંજીવ કુમાર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો તેમના ફેન્સના દિલમાં હજુ પણ અકબંધ છે. તે પોતાના જમાનામાં બોલિવૂડના દિગ્ગજ એક્ટર હતા. તે પોતાના દમદાર અભિનયથી ફેન્સના દિલ પર રાજ કરતા હતા. સંજીવ કુમારના જીવન સાથે જોડાયેલી એક એવી જ વાત અહી પ્રસ્તુત છે કે જ બહુ ઓછા લોકો જાણે છે
તેઓ હરિભાઈ તરીકે પણ જાણીતા હતા. તેમણે 1960 થી 1985 સુધી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે પોતાના કરિયરમાં બોક્સ ઓફિસ પર ઘણી શાનદાર ફિલ્મો આપી.ખરેખર, સંજીવ કુમારે પોતે જ તેમના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી અને બાદમાં તેમની આગાહી સાચી સાબિત થઈ. એક રિપોર્ટ પ્રમાણે, સંજીવ કુમાર જાણતા હતા કે તેઓ 50 વર્ષ સુધી જીવશે નહીં.
‘એન એક્ટર્સ એક્ટરઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઑફ સંજીવ કુમાર’ના લેખક હનીફ ઝવેરીએ સંજીવ કુમાર અને તબસ્સુમ વચ્ચેની વાતચીતનો ખુલાસો કર્યો હતો. તેમણે સંજીવ કપૂરને પૂછ્યું હતું કે જ્યારે તે નાની વયના હતા ત્યારે તેમણે આસાનીથી વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા કેવી રીતે ભજવી? આ અંગે સંજીવ કુમારે જે જવાબ આપ્યો છે તે સાંભળીને દરેક લોકો હેરાન થઈ જશે. સંજીવ કુમારે કહ્યું હતું કે તેઓ બુઢાપા સુધી જીવી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે તેમના પરિવારના બીજા પુરુષોની જેમ તે પણ 50 વર્ષ સુધી જીવી શકશે નહીં. આ કારણે તે મોટા પડદા પર યુવાનીમાં વૃદ્ધાવસ્થાનો અનુભવ કરીને બેજોડ અદાકારી કરી લેતા હતા
સંજીવ કુમારે જે ભવિષ્યવાણી કરી હતી તેઓ 50 વર્ષ સુધી જીવી શકશે નહીં આખરે વર્ષ 1985માં તે સાચી સાબિત થઈ. 6 નવેમ્બર 1985ના રોજ સંજીવ કુમારનું અવસાન થયું અને તે સમયે તેઓ 47 વર્ષના હતા.
તેઓ હજુ પણ શોલે (1975), અર્જુન પંડિત (1976), ત્રિશુલ (1978), ખીલોના (1970), નયા દિન નયી રાત (1974), યેહી હૈ જિંદગી (1977), દેવતા (1978) અને રામ તેરે કિતને નામ (1985) શિકાર (1968), ઉલઝન (1975), તૃષ્ણા (1978), કત્લ (1986), મનચલી (1973),પતિ પત્ની ઓર વો ( 1978), બીવી-ઓ-બીવી (1981) અંગૂર (1982) અને હીરો (1983) જેવી ફિલ્મો માટે જાણીતી છે.
ઉલ્લેખનીય છે કે, સંજીવ કુમારનો જન્મ 9 જુલાઈ 1938ના રોજ સુરતમાં એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તે ખૂબ નાની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. તેમને બે નાના ભાઈ અને એક બહેન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application