ડૉક્ટરના પુરાવાના આધારે સજા ન થાય-સ્પેશ્યલ પોસકો કોર્ટ
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરમાં રહેતા અમિત દેવજીભાઈ ચૌહાણ નામના શખ્સ વિરૂદ્ધ પોલીસમાં સગીરાના પિતાએ પોતાની સગીર વયની દિકરીને લલચાવી, ફોસલાવી સ્કૂલે ભણવા જતી હોય ત્યાંથી રણજીતસાગર, રાજકોટ, અમદાવાદ તથા વડોદરા વિગેરે જેવી જગ્યાએ વારંવાર લઈ જઈ તેણી ઉપર બળાત્કાર ગુજારેલ અને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયેલ આ મતબલાની ફરીયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા સગીરાની તાત્કાલીક શોધખોળ આદરવામાં આવેલ અને સગીરા મળી આવતા તેણીનું મેડીકલ તપાસણી કરવામાં આવતા તેણી સાથે શરીર સંબંધો બંધાયાની પુષ્ટી થયેલ. ત્યારબાદ સગીરાએ સીઆર પીસી કલમ: ૧૬૪ મુજબ જજ રૂબરૂ બંધ બારણે નિવેદન લેવામાં આવેલ તેમાં પણ સગીરાએ પોતાની મરજી વિરૂદ્ધ આરોપીએ શરીર સંબંધો બાંધેલાની હકીકતો જણાવેલ અને ડૉકટર રૂબરૂ પણ તેવી જ હકીકતો જણાવેલ હતી, જેથી પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ સબબ પૂરાવો મળી આવતા, કોર્ટમાં પોકસો તેમજ બળાત્કાર અને અપહરણ સંબંધેનું ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ.
ઉપરોકત ચર્ચાસ્પદ કેસ અત્રેની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે એવી ધારદાર દલીલો કરવામાં આવેલ.બચાવ પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, ડૉકટરનો પુરાવો એ માત્ર સમર્થનકારક પુરાવો છે, ઉપરાંત જજ રૂબરૂ ભોગ બનનારનું નિવેદન પણ મુખ્ય પુરાવો નથી, આવા પુરાવાના આધારે તેમજ ભોગ બનનાર સગીર છે એટલા જ કારણથી સજા થઇ શકે નહી, તેણી ઉપર બળાત્કાર થયો છે તેવું ફરિયાદ પક્ષે તમામ શંકાઓથી પર રહીને સાબિત કરવું જોઇએ અને આવા કિસ્સામાં ભોગ બનનારનો પુરાવો પણ વિશ્વાસપાત્ર એટલે કે સ્ટર્લીંગ કવોલીટીનો હોવો જોઈએ, હાલના કેસમાં સજા થઈ શકે તેવો કોઈ જ વિશ્વાસપાત્ર પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, તેથી આવા નબળા પુરાવાના આધારે આરોપીને સજા થઈ શકે નહી વિગેરે જેવી ધારદાર દલીલો ધ્યાને લઈ અત્રેની પોકસો કોર્ટના જજ એમ.કે. ભટ્ટ આ કેસના આરોપી અમિત દેવજી ચૌહાણને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
ઉપરોકત ચર્ચાસ્પદ કેસમાં આરોપી તરફે વકીલ કિરણભાઈ બી. બગડા, જયન ડી. ગણાત્રા તથા પાર્થ કે. બગડા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech